ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલીમાં પુત્રના શંકાસ્પદ મોતમાં શિક્ષક પિતા ઉપર સેવાતી શંકાની સોઇ,સામાન્ય બાબતે પિતા દ્વારા પુત્ર સાથે મારામારી કરતા મોત નીપજયું હોવાની ચર્ચા

Editor Dahod Live
1 Min Read

   બાબુ સોલંકી :- સુખસર  

ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલીમાં પુત્રના શંકાસ્પદ મોતમાં શિક્ષક પિતા ઉપર સેવાતી શંકાની સોઇ,સામાન્ય બાબતે પિતા દ્વારા પુત્ર સાથે મારામારી કરતા મોત નીપજયું હોવાની ચર્ચા.

ફતેપુરા તા.11

ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે ગતરોજ પિતા-પુત્ર સાથે સામાન્ય બાબતે તકરાર થતા પુત્ર સાથે મારામારી કરતા પુત્રનું રાત્રી દરમિયાન શંકાસ્પદ મોત નિપજયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવવા પામેલ છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટીઢઢેલી ગામે રહેતા અર્જુનભાઈ ચુનીલાલભાઈ કટારા ઉંમર વર્ષ ૧૭ નાઓને પિતા ચુનીલાલ ભાઈ તથા ઘરના સભ્યો સાથે ગતરોજ સામાન્ય બાબતે બોલાચાલી ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ પુત્ર અર્જુનભાઈ રાત્રિના સમયે ઊંઘી ગયેલા.જ્યારે આજરોજ સવારના અર્જુનભાઈ શંકાસ્પદ હાલતમાં ઘરમાં મરણ પામેલ મળી આવતા શંકાની સોઇ શિક્ષક પિતા ચુનીલાલભાઈ કટારા સામે તકાઈ રહી છે.જ્યારે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.હાલ તો આશાસ્પદ કિશોરના મોત સંદર્ભે વિવિધ અટકળો ચાલી રહી છે. પરંતુ તેના મોતનું સાચું કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

Share This Article