આર.ટી.પી.સી.આર.ટેસ્ટના 286 પૈકી 09 અને રેપીટ ટેસ્ટના 594 પૈકી 07 એમ કુલ આજે 16 કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે. આજના આ 16 કેસ પૈકી દાહોદમાંથી 07, ઝાલોદમાંથી 04, લીમખેડા માંથી એક અને ગરબાડામાંથી ચાર કેસ બહાર આવ્યા છે હોવાનું બહાર છે. આજે હોસ્પિટલમાંથી 07 દર્દીઓને રજા અપાતા એક્ટીવ કેસની સંખ્યા 85 પર પહોંચી ગઈ છે. બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યા એક વધીને ૭૫ પર પહોંચી છે. આમ, દાહોદમાં છેલ્લા બે – ત્રણ દિવસથી ફરીવાર કોરોના સંક્રમણનો કેર વધતાં કેસો વધારે જાેવા મળી રહ્યા છે ત્યારે સંબંધિત આરોગ્ય તંત્રની કામગીરીમાં ફરી વધાતો પણ થયો છે. બીજી તરફ ગણતરીના દિવસો બાદ દિવાળીનો તહેવાર પણ આવતો હોય છે જેમાં જાહેર જનતાએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી કોરોના સંક્રમણથી બચવા તમામ નીયમોનું પાલન કરવામાં આવે તે અત્યંત આવશ્યક બની રહ્યું છે.