Friday, 27/12/2024
Dark Mode

ઝાલોદ હિરેન પટેલ મર્ડર કેસ:ચારેય આરોપીઓના રિમાન્ડ પુરા થતાં જ્યુડિશલ કસ્ટડીમાં મોકલાયા

ઝાલોદ હિરેન પટેલ મર્ડર કેસ:ચારેય આરોપીઓના રિમાન્ડ પુરા થતાં જ્યુડિશલ કસ્ટડીમાં મોકલાયા

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.26

ઝાલોદના નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલના મર્ડરના પ્રકરણમાં 2002ના કુખ્યાત આરોપી ઈરફાન પાડા,ઝાલોદના બુટલેગર અજય કલાલ સહિત ચાર જણાના આજે રિમાન્ડ પૂરા થતાં તેઓને જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલ ના મોત ને માર્ગ અકસ્માતમાં તબદીલ કરવા અને 2002નો ગોધરાકાંડનો કુખ્યાત આરોપી ઇરફાનભાઇ સીરાજભાઇ પાડા રહે.ગોધરા, ઝાલોદનો બુટલેગર અજય કલાલ,મહોમદસમીર મહોમદસહેજાદ મુજાવર રહે.મહેદપુર કેસરપુર (એમ.પી.), સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે. શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.) આ ચારેય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગત તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન પટેલ ને બોલેરો ડાલા ગાડી ની અડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યા બાદ આ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને આ સંબંધે ઝાલોદ પોલીસ મથકે રાજકીય અદાવતે પટેલની મોતને ઘાટ પોતાની આશંકા સાથે જાણવાજોગ પર નોંધાઈ હતી આ સમગ્ર મામલા બાદ દાહોદ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરતા ઉપરોક્ત ચારે આરોપીઓને થોડાક દિવસો બાદ ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓની સઘન પૂછપરછ દરમિયાન સુરજીત આયોજિત કાવતરા સાથે હિરેન પટેલ ને મોતને ઘાટ ઉતાર્યા હોવાની આરોપીઓએ કબૂલાત પણ કરી હતી. ત્યારબાદ આ ચારેય આરોપીઓને ઝાલોદ કોર્ટ ખાતે વિડીયો કોન્ફરન્સ મારફતે બે વખત રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. આજે ૨૬મી ઓક્ટોબરના રોજ પોલીસને આપવામાં આવેલ અત્યાર સુધીના રિમાન્ડ પુરા થતા આ ચારેય આરોપીઓને દાહોદની જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશ ઉજ્જૈનના મહેદપુરના ધાબાના માલિક સહિત બે જણાને પણ હિરેન પટેલના મોતના પ્રકરણમાં દબોચી લઇ દાહોદ ખાતે લઈ આવ્યા છે અને તેઓના પણ આવતીકાલે એટલે કે,તારીખ 27 ઓક્ટોબરના રોજ રિમાન્ડ પૂર્ણ થનાર છે ત્યારે આ બે વ્યક્તિઓના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવશે કે પછી તેઓને પણ જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવશે? તે તો આવનાર દિવસ જ કહેશે પરંતુ હિરેન પટેલ ના મોતના આ સમગ્ર પ્રકરણ આવનાર દિવસોમાં કેવા પ્રકારનો વળાંક લેશે તેમજ બીજા કયા કયા આરોપીઓના ચહેરાઓ બહાર આવશે કે કેમ? તેની તરફ ઝાલોદ નગરવાસીઓ તેમજ જિલ્લાવાસીઓની નજર મંડાયેલી છે.

error: Content is protected !!