Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના રાવળના વરુણા ગામે પુરપાટ આવતી બોલેરો ગાડીએ મોટરસાઇકલને અડફેટે લેતા 19 વર્ષીય આશાસ્પદ યુવાન મોતને ભેટ્યો:અન્ય એક બાળક ઈજાગ્રસ્ત,પોલિસ તપાસમાં જોતરાઈ

ફતેપુરા તાલુકાના રાવળના વરુણા ગામે પુરપાટ આવતી બોલેરો ગાડીએ મોટરસાઇકલને અડફેટે લેતા 19 વર્ષીય આશાસ્પદ યુવાન મોતને ભેટ્યો:અન્ય એક બાળક ઈજાગ્રસ્ત,પોલિસ તપાસમાં જોતરાઈ

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ રાવળના વરુણામાં બોલેરો- મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું કરુણ મોત,સાગડાપાડાના નવાઘરા ફળિયાનો યુવાન ભીતોડી ગામે બહેનના ઘરે જઈ ભાણેજ સાથે પરત ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો,અકસ્માત બાદ બોલેરો ચાલક બોલેરો લઈ ફરાર થતાં પોલિસ તપાસમાં જોતરાઈ

( પ્રતિનિધિ ) સુખસર,તા.૭
ફતેપુરા તાલુકાના સુખસર પાસે નાનીઢઢેલી થી સુખસર આવતા રસ્તા ઉપર રાવળના વરુણા ખાતે આજરોજ બપોરના બાર વાગ્યાના અરસામાં મોટરસાયકલ-બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા એક આશરે ૧૯ વર્ષીય યુવાનનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.ત્યારે મોટરસાયકલ ઉપર પાછળ સવાર સવાર ૧૧ વર્ષના બાળકને સામાન્ય ઈજાઓ પહોંચતા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના નવા ઘરના ફળિયામાં રહેતા લાલાભાઇ સળિયા ગરાસીયા ઉંમર વર્ષ આશરે ૧૯ નાઓ ભીતોડી ગામે પોતાની બહેનના ઘરે જઇ પરત બપોરના બાર વાગ્યાના અરસામાં સાગડાપાડા ઘરે જવા માટે નીકળ્યા હતા.તે સમયે નાની ઢઢેલીથી સુખસર તરફ આવતા માર્ગ ઉપર રાવળના વરુણા ગામે સામેથી આવતા બોલેરો ચાલકે તેના કબજાની બોલેરોને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી લાલાભાઇ ગરાસીયાની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.લાલાભાઇ ગરાસીયા મોટરસાયકલ ઉપરથી ઉછળી રસ્તા ઉપર જોશભેર પટકાયા હતા.જ્યારે પાછળ બેઠેલા તેના તેના સંબંધી નો છોકરો ભાવેશભાઈ ભુરસિંગ ભાઈ પારગી ઉંમર વર્ષ આશરે ૧૧ ના રહે. ભીતોડીનાઓ મોટરસાયકલ પર સવાર હતો તે પણ મોટર સાયકલ ઉપરથી ફંગોળાઇ ગયો હતો.પરંતુ તેને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચવા પામી હતી.જ્યારે લાલાભાઇ ગરાસીયાને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજવા પામ્યું હોવાનું જાણવા મળે છે. બોલેરો ડબલારા ગામની હોવાનું પણ જાણવા મળે છે.ઉપરોકત બનાવ સંબંધે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઇ પંચનામા બાદ લાશને પી.એમ અર્થે સુખસર સરકારી દવાખાનામાં લાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!