Thursday, 21/11/2024
Dark Mode

ગુજરાત માજી સૈનિક સંગઠન ફતેપુરા દ્વારા પોતાની 14 વિવિધ માંગણીઓ સંતોષવા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ દ્વારા રજૂઆત કરાઈ,

ગુજરાત માજી સૈનિક સંગઠન ફતેપુરા દ્વારા પોતાની 14 વિવિધ માંગણીઓ સંતોષવા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ દ્વારા રજૂઆત કરાઈ,

 બાબુ સોલંકી :- સુખસર 

ગુજરાત માજી સૈનિક સંગઠન ફતેપુરા દ્વારા વિવિધ માંગણીઓ સંતોષવા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ દ્વારા રજૂઆત કરાઈ,માજી સૈનિકોની વિવિધ ૧૪ જેટલી માગણીઓના મુદ્દા સાથે રજૂઆત કરવામાં આવેલ છે.

 સુખસર,તા.૨

ગુજરાત માજી સૈનિક સંગઠન ફતેપુરા તાલુકાના પ્રમુખ તેરસીંગભાઈ બારીયા સહિત માજી સૈનિકો દ્વારા આજરોજ મુખ્યમંત્રી ગાંધીનગરને વિવિધ ૧૪ જેટલી માંગણીઓ સંતોષવા માટે કરવામાં આવેલ રજૂઆતના સંદર્ભે પોસ્ટકાર્ડ દ્વારા માજી સૈનિકોની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં આવેતે બાબતે જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ગુજરાત સરકાર સમક્ષ વિવિધ ૧૪ જેટલા મુદ્દાઓની માંગણી બાબતે આગાઉ રજૂઆત કરવામાં આવેલ છે.તેને અનુલક્ષીને આજરોજ ગુજરાત માજી સૈનિક સંગઠન ફતેપુરા તાલુકાના માજી સૈનિકો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પોસ્ટકાર્ડ દ્વારા માંગણીઓ વહેલી તકે સંતોષવામાં આવે તે હેતુથી જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.તેમાં શહીદ સૈનિકના પરિવારને રૂપિયા એક કરોડ આર્થિક સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે,તેમજ તેમના એક પુત્રને અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવે અને શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન આપવામાં આવે. સમગ્ર ગુજરાતનું ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક બને અને જેમાં ગુજરાતના માજી સૈનિકો માટે આરામગૃહ હોય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે.ગુજરાત રાજ્ય સરકારી વર્ગ ૧ થી ૪ સુધી નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતી નિયમ અનુસાર અનામતનો ચુસ્તપણે અમલ કરવામાં આવે.અને તેઓની અનામતમાં મેરીટ ધ્યાને લીધા વગર ફક્ત અને ફક્ત માજી સૈનિકને જ આ અનામતમાં નિમણૂંક આપવામાં આવે.તે સાથે માજી સૈનિકોને પરિવારના જીવનનિર્વાહ માટે સરકારી જમીન ખેતી કરવા માટે અને રહેણાંક હેતુ પ્લોટ આપવામાં આવે છે પરંતુ હાલ જેનો અમલ ગુજરાત સરકારમાં થતો નથી.જેનું ચુસ્તપણે અમલ થાય તેવો પરિપત્ર જોગવાઈ કરવામાં આવે.માજી સૈનિકોને ગુજરાતમાં દારૂની પરમીટ અલગથી નશાબંધી કચેરીએથી લેવી પડે છે જે નિયમ રદ કરી ભારતીય સેનાએ આપેલ પરમિટ માન્ય રહે તેવી જોગવાઈ કરવામાં આવે.સરકાર દ્વારા સેવાકીય ફરજો માટે હાલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં છે,પરંતુ મોટા ભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા આવી સેવાઓમાં નિમણૂક પામેલા માજી સૈનિકોનું શોષણ કરવામાં આવે છે. જેથી આવી પદ્ધતિ નાબૂદ કરી સીધા જ સરકાર દ્વારા માજી સૈનિકોને નિમણૂક આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવે.માજી સૈનિકોએ મીલેટરી સેવા દરમિયાન લીધેલ હથિયાર લાયસન્સ રીન્યુ કરવા અને નવા હથિયાર લાયસન્સ લેવા તુરંત કાર્યવાહી થવા તથા આવા લાયસન્સની પરવાનગી સમગ્ર ગુજરાતમાં ખાસ કિસ્સામાં આપવા પરિપત્ર જોગવાઈ કરવામાં આવે. જેથી માજી સૈનિકને પરિવારનું જીવન નિર્વાહ કરવા ગુજરાતમાં કોઈપણ જગ્યાએ સિક્યુરિટીની નોકરી મળી રહે.માજી સૈનિકના કોઈપણ સામાજીક પ્રશ્નો ઉકેલ થવા ગુજરાત સરકાર હસ્તકની તમામ કચેરીઓમાં ખાસ કિસ્સામાં અગ્રતા આપી પ્રશ્નોના નિરાકરણ અંગેની કાર્યવાહી તુરંત કરવામાં આવે તેવી માંગ સાથે માજી સૈનિકની અગાઉ સેનાની નોકરી નો સમયગાળો ગુજરાત રાજ્ય સરકારની નોકરીમાં સળંગ ગણવામાં આવે અને પગાર રક્ષણ આપવામાં આવે તથા માજી સૈનિકને ગુજરાત સરકારી સેવામાં પાંચ વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે.કારણ કે તેમનો નોકરીનો સમયગાળો તેઓની ઉંમર વધુ હોવાથી ખુબ જ ઓછો રહેતો હોય તેઓને ફિક્સ પગારની નોકરીમાં જ લગભગ સેવા કાળ પૂર્ણ થઇ જતો હોય છે.જેથી પરિવારનું જીવન નિર્વાહ કરવામાં નાણાકીય કટોકટી વેઠવી પડે છે.સૈનિક પોતાની સૈનિક તરીકેની ફરજ દરમિયાન વર્ષો સુધી પોતાના કુટુંબથી દૂર રહેતો હોય છે.જ્યારે તેનો સેવા કાળ પૂર્ણ કરે છે અને રાજ્ય સરકારમાં તેઓને પુન: સરકારી નોકરી મળે ત્યારે માજી સૈનિકોને સરકારી નોકરીમાં નિમણૂંક બદલી તેમના હાલ પૌરિવારની સ્થાઇ રહેઠાણની જગ્યા ઉપર આપવામાં આવે તેવા ખાસ કિસ્સામાં પરિપત્ર જોગવાઈ કરવામાં આવે.જેથી સૈનિકોની સેવા દરમિયાન હંમેશા પરિવારથી દૂર રહેલ સૈનિક પોતાના પરિવાર સાથે રહી શકે.જ્યારે ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશ માજી સૈનિકોના બાળકોને છૂટછાટ અનામત આપવામાં આવે અને માજી સૈનિકના બાળકોનો સંપૂર્ણ અભ્યાસનો ખર્ચ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે.તેવી માંગ સાથે માજી સૈનિકોને ગુજરાત સરકારમાં લેવાતો વ્યવસાય વેરો માફ કરવા માટેની જોગવાઇ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!