બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના નાનીઢઢેલી ખાતેથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલ લાશ સંદર્ભે પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો,મૃતક મહિલાને સગા ભત્રીજા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી પતિ મારઝૂડ કરતો હતો.
સુખસર,તા.૧૮
ફતેપુરા તાલુકાના નાનીઢઢેલી ખાતેથી ગુરૂવાર સવારના ગામની જ પરણિતાની લાશ નદી પાસે આવેલા ગામડા બાવળના વૃક્ષ ઉપર સાડી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.જે સંદર્ભે પોલીસે આકસ્મિક મોત અન્વયે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરતાં મૃતક મહિલાને પોતાના સગા ભત્રીજા સાથે આડા સંબંધ હોવાનો પતિ દવારા વહેમ રાખી અવારનવાર મારઝૂડ કરતાં ત્રાસથી વાજ આવેલી મહિલાએ ગળે ફાંસો ખાઇ મોતને વહાલુ કરેલ હોવાનું બહાર આવતા પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાનીઢઢેલી ખાતેથી ગુરૂવારના રોજ નિશાબેન શરદભાઈ નાનજીભાઈ પારગી ઉંમર વર્ષ ૩૪ ની ગામની નદી પાસે આવેલ ગાડા બાવળના વૃક્ષ ઉપર સાડી વડે ગાળિયો બનાવી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.જે સંદર્ભે પોલીસે આકસ્મિક મોત અન્વયે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા મૃતક નિશાબેનને સગા ભત્રીજા સાથે આડા સંબંધ હોવાનો પતિ દ્વારા વહેમ રાખી મારઝૂડ કરતો હોવાનું બહાર આવ્યું હતું.પરંતુ ત્રણ સંતાનોના ભવિષ્ય સામે જોઈ મૃતક નિશાબેન પતિ શરદનું ઘર છોડતી ન હતી. તેમજ મારઝૂડ કરતા નિશાબેન તેના પિયરમાં વાત કરતી હતી.પરંતુ ત્યાંથી સમજાવી પોતાની પુત્રીનો ઘરસંસાર તૂટે નહીં તે હેતુથી સમજાવીને મોકલી આપતા હતા. જ્યારે થતી ચર્ચા મુજબ બનાવની રાત્રે પણ નિશાબેન બાબતે પતિ શરદભાઈને પરિવારમાં બોલાચાલી થઇ હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળે છે.અને બીજા દિવસે વહેલી સવારે નિશાબેનની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા મૃતકના ભાઇ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત હકીકત વર્ણવી ફરિયાદ આપતા શરદભાઈ નાનજીભાઈ પારગીની વિરુદ્ધમાં નિશાબેનને મરવા માટે દુષ્પ્રેરણા આપવા સંબંધી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મૃતક મહિલાના પતિ શરદભાઈ પારગીની સુખસર પોલીસે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હોવાનું જાણવા મળે છે.
÷ બોક્સ÷
નાનાબોરીદાની ૬૦ વર્ષિય વૃદ્ધાની લાશ પણ શંકાસ્પદ હાલતમાં કૂવામાંથી મળી આવી હતી.
ગત ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ નાનાબોરિદાના રસીલાબેન ચુનીયાભાઈ ઉંમર વર્ષ આશરે ૬૦ની ઇજાઓ સાથેની લાશ નજીક આવેલ કુવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.પરંતુ આ સંદર્ભે આગળની કોઈ પોલીસ કાર્યવાહી કરવી નહીં હોવાનું જણાવી પરિવાર દ્વારા લાશના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.આમ સુખસર પંથકમાં શંકાસ્પદ હાલતમાં મળી આવતી લાશો સંદર્ભે ઝીણવટપૂર્વક નિષ્પક્ષ પણે તપાસ કરી વધતા જતા શંકાસ્પદ મોતના બનાવો ઉપર અંકુશ લાવવા પોલીસ તંત્ર દ્વારા સજાગતા રાખવાની જરૂરત જણાઈ રહી છે.