Friday, 05/07/2024
Dark Mode

દેવગઢ બારીઆ પી.એસ.આઈ.ની રિવોલ્વર લઈ બુટલેગર ફરાર થઈ ગયો હોવાની ચર્ચાથી પોલીસબેડામાં ખળભળાટ

દેવગઢ બારીઆ પી.એસ.આઈ.ની રિવોલ્વર લઈ બુટલેગર ફરાર થઈ ગયો હોવાની ચર્ચાથી પોલીસબેડામાં ખળભળાટ

    જીગ્નેશ બારીયા :- દાહોદ 

દેવગઢ બારીઆ પી.એસ.આઈ.ની રિવોલ્વર લઈ બુટલેગર ફરાર થઈ ગયો હોવાની ચર્ચાએ પોલીસબેડામાં ખળભળાટ:પોલિસ તપાસમાં જોતરાઈ દારૂ ભરીને જતી ફોર વ્હીલર ગાડીને રોકતા બુટલેગર સાથે ઝપાઝપી થતા રિવોલ્વર લઈ બુટલેગર ફરાર

દેવગઢ બારીઆ તા.૧૨

દેવગઢ બારીઆ નગરના પ્રાન્ત ઓફિસ પાસે દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીને  પી.એસ.આઈ.એ રોકતા હાથમાં રિવોલ્વર લઈ ગાડીમાં ચાવી કાઢવા જતાં બુટલેગર રિવોલ્વર ઝુટવી લઈ ફરાર થયો હોવાની ઘટનાને પગલે દેવગઢ બારીઆ નગર તેમજ પોલીસ મથક સહિત દાહોદ જિલ્લા પોલીસ બેડામાં આ ઘટનાની બનાવને લઇ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે નગરમાં તેમજ પોલીસ બેડામાં એવું ચર્ચાઈ રહ્યુ છે.કે દેવગઢ બારીઆના  પી.એસ.આઈ. સાડા સાત વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆ પ્રાંત ઓફિસની નજીકમાં એક ફોર વ્હીલ એક્સક્યુવી ગાડી પસાર થઈ હતી. જેને રોકી તપાસ કરતા તે ગાડીમાં  વિદેશી દારૂ ભરેલી હોવાનુ જણાતા પી.એસ.આઈ એ પોતાની રિવોલ્વર હાથમાં લઈ બુટલેગરને ગાડી ઉભી રાખવા માટેનો સંકેત કરતા તેમજ ગાડીની ચાવી કાઢવા જતા ગાડીની ચાવી નો અડધો હિસ્સો પીએસઆઇના હાથમાં આવી ગયેલ અને તે વખતે ચાલાક બુટલેગર સાથે ઝપાઝપી થતા પીએસઆઇની રિવોલ્વર બુટલેગર માં હાથમાં આવી જતા અને તેની એક્સયુવી ગાડી પિપલોદ તરફ પલટાવી લઇ બુટલેગર ભાગી જતા પોલીસે તેનો પીછો કરો કર્યો હતો.તેમ છતાં પણ મુશ્કેલી વગર પોલીસને ચકમો આપી વિદેશી દારૂ ભરેલી ગાડી તેમજ પીએસઆઇની રિવોલ્વર સાથે ભાગી છૂટયો હતો.જે બનાવની જાણ નગરમાં તેમજ રાહદારીઓ ને થતા વાત વાયુવેગે નગરમાં તેમજ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામેલ છે. ત્યારે આ બનાવ અંગે તરેહ  તરેહની વાતો ચાલી રહી છે.ત્યારે આ બનાવ અંગે જો ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તો ક્યાંક સાચી હકીકત બહાર આવે તેમ છે.ત્યારે ખરેખર આ બનાવ કેવી રીતના બન્યો અને શું બન્યું છે.? તે અંગે હજુ સુધી સાચી હકીકત બહાર આવી નથી.ત્યારે પોલીસ આ, માથાભારે બુટલેગર દ્વારા રિવોલ્વર છુટવીને ગયાના કલાકો બાદ પણ પોલિસે આ બનાવ સંદર્ભે હજી સુધી કોઈ ફરિયાદ ન દાખલ કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.ત્યારે ખરેખર આ બનાવ બનવા પામ્યો છે. કે કેમ? તેને લઇ પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.ત્યારે જો આ બનાવની ઘટના સાચી હસે તો આ સમગ્ર પ્રકરણને લઇ પોલીસ બુટલેગર સામે સમાધાનનો રસ્તો અપનાવશે કે પછી ગુન્હો દાખલ કરશે? તે જાેવાનું રહ્યું.

error: Content is protected !!