Monday, 07/07/2025
Dark Mode

ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામે LCB એ છટકું ગોઠવી 16 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે એકને ઝડપી પાડ્યો:અન્ય એક ચકમો આપીને ફરાર થયો

ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામે LCB એ છટકું ગોઠવી 16 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે એકને ઝડપી પાડ્યો:અન્ય એક ચકમો આપીને ફરાર થયો

 રાજેન્દ્ર શર્મા, દીપેશ દોશી :- દાહોદ .

દાહોદ તા.12

ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામેથી એલસીબીએ છટકું ગોઠવી 500 તેમજ 1000 ની 16 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક મોટરસાઇકલ સવાર યુવક એલસીબીને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામે LCB એ છટકું ગોઠવી 16 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે એકને ઝડપી પાડ્યો:અન્ય એક ચકમો આપીને ફરાર થયોમળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના મુકેશ સુરસીંગ બારીયા નામક યુવક પાસે 500 તેમજ 1000 ના દરની લાખો રૂપિયાની ચલણી નોટો મુકેલી હોવાની હોવાની બાતમી એલસીબી પીઆઈ બી.ડી શાહને મળતા તેઓને પોતાના સ્ટાફ જોડે વ્યૂહાત્મક રીતે બોગસ ગ્રાહક ઉભું કરી છટકું ગોઠવી સુથારવાસા ગામના મુકેશ સુરસિંગ બારીયા તેમજ ભરત નામક વ્યક્તિનો સંપર્ક કરી 16 લાખ રૂપિયાની જૂની નોટના બદલામાં 9 લાખ રૂપિયાની નવી નોટો આપવાની ડીલ કરી કરી હતી.અને ડીલ મુજબ એલસીબીની ટીમે સુથારવાસા ગામે પહોંચી ઉપરોક્ત મુકેશ સુરસીંગ બારીયાનો સંપર્ક કરતા બંને જણા મોટરસાઇકલ પર 16 લાખ રૂપિયાની 500 તેમજ 1000 રૂપિયાની દરની જૂની નોટો લઈને આવતા એલસીબીએ બંને લોકોને પકડવા જતા મોટરસાઇકલ પર આવેલો ભરત પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ થયો હતો. જ્યારે એલસીબીએ મુકેશ સુરસીંગ બારિયાને 16 લાખ રૂપિયાની જૂની નોટો સાથે ઝડપી પાડી જેલના સાલિયા પાછળ ધકેલી ફરાર થયેલ ભરતને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.

error: Content is protected !!