Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા કંટેઇન્મેન્ટ ઝોન વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા વાણિજ્યક પ્રવૃત્તિઓ તેમજ રસ્તો બંધ કરાવાયો

ફતેપુરા કંટેઇન્મેન્ટ ઝોન વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા વાણિજ્યક પ્રવૃત્તિઓ તેમજ રસ્તો બંધ કરાવાયો

  હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરામાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમા વહીવટી તંત્ર દ્વારા રસ્તો બંધ કરાવાયો,પહેલા માત્ર પોઝિટિવ દર્દી ના મકાન ને જ બંધ કરાવાતુ હતું,દાહોદ લાઈવના સમાચારને લઇ કલેકટર દ્વારા તાત્કાલિક કામગીરી કરાવાઈ.

ફતેપુરા કંટેઇન્મેન્ટ ઝોન વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા વાણિજ્યક પ્રવૃત્તિઓ તેમજ રસ્તો બંધ કરાવાયો
કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં ગમતી વાણિજ્યક પ્રવૃત્તિ

સુખસર તા.05

ફતેપુરા નગરમાં કોરોના સંક્રમણનો વધારો નોંધાઈ રહ્યો છે જેમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ માત્ર એક જ મકાન બંધ કરતા હતા જેના કારણે સંક્રમણ વધતું હોવાથી આ બાબતના સમાચાર દાહોદ લાઈવ માં પ્રસિદ્ધ કરાયા હતા જેને લઇને જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક નિયમ મુજબ કન્ટેન્મેન્ટ ઝોન નું પાલન કરવા સૂચના અપાઈ હતી અને રાત્રિના સમયે જ પોઝિટિવ વિસ્તારમાં રસ્તો બંધ કરાવાયો હતો. કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં કડક પાલન કરાવવા પીએસઆઇ બરંડા દ્વારા પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.

ફતેપુરા કંટેઇન્મેન્ટ ઝોન વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા વાણિજ્યક પ્રવૃત્તિઓ તેમજ રસ્તો બંધ કરાવાયો
દાહોદ લાઈવમાં  સમાચાર પ્રસારિત કર્યા  બાદ વહીવટી તંત્ર દ્વારા કંટેઇન્મેન્ટ ઝોનમાં દુકાનો બંધ કરાવી સીલ કરાયું 

પહેલા માત્ર પોઝિટિવ દર્દી નું મકાન બંધ કરતા હતા ત્યારે આસપાસના મકાનો અને દુકાનો તેમજ દવાખાના પણ કાર્યરત રહેતા કોરોના સંક્રમણનો વધારો થઈ રહ્યો હતો જ્યારે હવેથી જાહેરનામા મુજબ કન્ટેન્મેન્ટ ઝોન નો અમલ કરાવવા જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી.

error: Content is protected !!