ફતેપુરામાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં ધમધમતી દુકાનો અને દવાખાના,અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ,આરોગ્ય વિભાગ દ્વારા કલેકટરને પણ જાણ કરાઈ.

Editor Dahod Live
1 Min Read

  હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરામાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં ધમધમતી દુકાનો અને દવાખાના,અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ,આરોગ્ય વિભાગ દ્વારા કલેકટરને પણ જાણ કરાઈ.

 સુખસર તા.4

ફતેપુરા નગરમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ કેસનો વધારો નોંધાઈ રહ્યો છે.જેમાં પોઝિટિવ કેસ વિસ્તારના કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં પણ દુકાનો અને દવાખાના ચાલુ રહેતા અધિક મેજિસ્ટ્રેટના  જાહેરનામાનો ભંગ થતો હોવાનું જોવા મળી રહ્યું છે.વહીવટી તંત્રની બેદરકારીના કારણે કોરોના સંક્રમણનો વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ફતેપુરા નગરમાં કોરોના પોઝિટિવ કેસ નો વધારો નોંધાઈ રહ્યો છે.કોરોના થી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું હાલમાં પણ ફતેપુરામાં સ્થળે કોરોના પોઝિટિવ કેસ રિપોર્ટ આવ્યા હતા.જેમાં કોરોના પોઝિટિવ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન બાબતે અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો હોવાનું નજરે જોવા મળી રહ્યું છે.માત્ર પોઝિટીવ કેસ હોય તે મકાન ને જ બસો મુકવામાં આવે છે.આસપાસના મકાનો ખુલ્લા જોવા મળી રહ્યાં છે.હાલમાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં પણ દુકાન અને દવાખાનાઓ ધમધમી રહ્યા છે જેના કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન બાબતે ગ્રામ પંચાયતને વારંવાર જાણ કરવા છતાં આખાના કાન કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Share This Article