Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં “ગુજરાત માલધારી સેના”ના આગેવાનો દ્વારા પોતાની વિભિન્ન માંગો સાથે કલેક્ટરશ્રીને આવેદન પાઠવ્યું

દાહોદમાં “ગુજરાત માલધારી સેના”ના આગેવાનો દ્વારા પોતાની વિભિન્ન માંગો સાથે કલેક્ટરશ્રીને આવેદન પાઠવ્યું

  જયેશ ગારી(લાડ),કતવારા

દાહોદ તા.24

દાહોદ તાલુકા માં ગૌચર પર ખુબ દબાણ હોવાના પગલે ગુજરાત માલધારી સમાજ દ્વારા 8 માંગો સાથે આવેદન આવેદન પાઠવ્યું છે.ત્યારે ગુજરાત માલધારી સમાજના દાહોદ જિલ્લાના આગેવાનો દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને આવેદન પાઠવ્યું હતું.

દાહોદ તાલુકામાં ગૌચરની જમીનો પર ભુમાફીયાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલ છે. એના લીધે પશુપાલકોની હાલત કફોડી બની છે ગૌ તસ્કરી અને ગૌ હત્યામાં વધારો થયો છે.પશુપાલકો ત્રસ્ત થઈ ગયા છે માટે ગુજરાત માલધારી સેના દ્વારા ૨૪/૦૮/૨૦૨૦ સોમવારના રોજ રાજ્ય 33 જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેદન પત્ર આપી ( ૧ ) દરેક તાલુકે મમલતદારશ્રી ની આગેવાની માં એક સેલ ની રચના કરવામાં આવે . ( ૨ ) તાલુકાનું જે ગૌચર મુદે સેલ બનાવવામાં આવે તેમાં ગુજરાત માલધારી સેનાના એક કાર્યકરને કમિટીમાં સ્થાન આપવામાં આવે . ( 3 ) સેલ દ્વારા તાલુકા માં એક સર્વે કરવામાં આવે કે કેટલા ગામોમાં દબાણ છે.તેની જાણકારી આપ શ્રી મામલતદાર સાહેબને કરવામાં આવે(4) દબાણ દૂર કરવા માટે વિના કોઇ ચાર્જ પોલીસ પ્રોટેકશન આપવામાં આવે . ( ૫ ) દરેક ગામમાં પશુ ગણતરી કરવામાં આવે અને સરકારના ધારાધોરણ પ્રમાણે પશુઓ હિસાબે ગૌચર ફાળવવામાં આવે ( 5 ) પશુપાલકોને વાડા(પશુ રાખવા માટેની જગ્યા) ની આકારણી કરી આપવામાં આવે.( ૭ )દર પાંચ ગામે એક પશુ સારવાર કેન્દ્ર બનાવવામાં આવે ( ૮ ) અત્યાર સુધીમાં પશુપાલકો દ્વારા ઘણા ગામમાં ગૌચર મુદે અરજીઓ કરી છે તે દરેક અરજીનો જલ્દી થી જલ્દી નિકાલ કરવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ એક આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતુ અને જો આગામી સમયમાં આ મામલે સરકાર કામ કી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

error: Content is protected !!