Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં સાવત્રિક મેઘમહેરથી મોટાભાગના ડેમોમાં પાણી ભરાયા:કાળી-2 ઓવરફ્લો થયો:અન્ય બે ડેમો એલર્ટ મોડમાં

દાહોદ જિલ્લામાં સાવત્રિક મેઘમહેરથી મોટાભાગના ડેમોમાં પાણી ભરાયા:કાળી-2 ઓવરફ્લો થયો:અન્ય બે ડેમો એલર્ટ મોડમાં

 નીલ ડોડીયાર,દાહોદ

દાહોદ જિલ્લામાં સાવત્રિક મેંઘમહેર,જિલ્લાના તમામ ડેમોમાં નવા નીર આવતા મોટાભાગના ડેમો ભરાયા, કબૂતરી ડેમ સંપૂર્ણ ભરાઇ ગયો છે. ઓવર ફ્લો થવાની તૈયારીમાં. હેઠવાસના ગામોને સતર્ક રહેવાની સૂચના,પાટાડુંગરી જળાશય એલર્ટ સ્ટેજ પર,કાલી ડેમ સંપૂર્ણ ભરાઇ ગયો છે. ઓવર ફ્લો થવાની તૈયારીમાં. હેઠવાસના ગામોને સતર્ક રહેવાની સૂચના,અદલવાડા ડેમ વોર્નિંગ સ્ટેજ પર, ઝાલોદ તાલુકાનો કાળી-2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ તેની 257.00 પૂરી સપાટી ઉપરથી થઈ રહ્યો છે ઓવરફ્લો,તાલુકા મથકમાં મેંઘમહેરથી ઠંડક પ્રસરી,નદી નાળા, કોતરો, ભરાયા,કેટલાક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયો

દાહોદ તા.૨૩

દાહોદમાં ગતરોજ એટલે કે, તારીખ ૨૨મી ઓગષ્ટના રોજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થઈ હતી. દરેક તાલુકાઓમાં નોંધપાત્ર અને સારો વરસાદ નોંધાયા હતો.ત્યારે આજે પણ ઝરમર ઝરમર વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદની આગાહીના પગલે દાહોદમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. દાહોદ જિલ્લાનાડેમોમાં પાણીની આવક પણ સારી એવી નોંધાવા પામી છે. સત્તાવાર મળતા વરસાદના આંકડા અનુસાર સૌથી વધુ વરસાદ દાહોદ તાલુકામાં ૯૬ મીમી નોંધાવા પામ્યો છે જ્યારે સૌથી ઓછો દેવગઢ બારીઆ અને ધાનપુરમાં ૩૧ મીમી નોંધાયો છે ત્યારે બીજી તરફ જિલ્લામાં આવેલ ડેમોની વાત કરીએ તો ઉમરીયા ડેમ તેની પુર્ણ સપાટી વટાવી ચુકી છે અને બીજા ડેમોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જાેઈ બેઠા ખેડુત મિત્રોમાં ખાસ આનંદની લાગણી જાેવા મળી છે. જિલ્લામાં સર્વત્ર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. દાહોદમાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો ઘણા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા અવર જવર પર પણ અસર જાેવા મળી હતી.  બીજી તરફ ફતેપુરા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી આ વરસાદી પાણી ઘરોમાં પણ ભરાઈ ગયા હતા અને જેને પગલે ઘણા લોકોને ભારે હાલાકીનો સામાનો કરવો પડ્યો હતો. ઘુઘસ રોડ પર પણ પાણી ભરાઈ ગયું હતુ. દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે જેમાં ગરબાડા તાલુકામાં ૫૯ મીમી અને અત્યાર સુધી કુલ ૪૪૩ મીમી, ઝાલોદમાં ૬૧ મીમી કુલ ૪૩૮ મીમી,  દેવગઢ બારીઆમાં ૩૧ મીમી કુલ ૪૭૫, દાહોદમાં ૯૬ મીમી અને કુલ ૬૬૬,  ધાનપુરમાં ૩૧ અને કુલ ૫૬૩, ફતેપુરામાં ૯૧ મીમી કુલ ૩૯૩, લીમખેડામાં ૪૪ મીમી અને કુલ ૫૮૨ , સંજેલીમાં ૬૩ મીમી અને અત્યાર સુધી કુલ ૫૦૦ મીમી તેમજ સીંગવડમાં ૫૫ મીમી અને કુલ ૪૫૫ મીમી વરસાદ નોંધાયો છે.  દાહોદ જિલ્લાના ડેમોની વાત કરીએ તો, પાટાડુંગરી ડેમની પુર્ણ સપાટી ૧૭૦.૮૪ છે જ્યારે હાલની પાણીની સપાટી ૧૬૯.૧૩ છે તેવી જ રીતે માછણનાળા ડેમની પુર્ણ સપાટી ૨૭૭.૪૫ અને હાલની ૨૭૫.૪૦, કાળી – ૨ ડેમની પુર્ણ સપાટી ૨૫૭.૦૦ અને હાલની ૨૫૫.૫૦, ઉમરીયા ડેમની પુર્ણ સપાટી ૨૮૦.૦૦ અને હાલની ૨૮૦.૨૦, અદલવાડા ડેમની પુર્ણ સપાટી ૨૩૭.૩૦ અને હાલની ૨૩૫.૪૦, વાકલેશ્વર ડેમની પુર્ણ સપાટી ૨૨૩.૫૮ અને હાલની ૨૨૦.૯૭, કબુતરી ડેમની પુર્ણ સપાટી ૧૮૬.૩૦ અને હાલની ૧૮૫.૩૦ તેમજ હડફ ડેમની પુર્ણ સપાટી ૧૬૬.૦૦ જ્યારે હાલની સપાટી ૧૬૫.૧૫ છે.

error: Content is protected !!