સુખસરના એક પરિવારની માતા પુત્રીને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ,રેપિડમાં ટેસ્ટ કરાવતા પોઝિટિવ હોવાની જાણ થઈ.

Editor Dahod Live
1 Min Read

 હિતેશ કલાલ @ સુખસર 

સુખસરના એક પરિવારની માતા પુત્રીને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ,રેપિડમાં ટેસ્ટ કરાવતા પોઝિટિવ હોવાની જાણ થઈ.

સુખસર તા.19

ફતેપુરા તાલુકાના સુખસરમાં મેન બજાર વિસ્તારમાં સાધુ પરિવારમાં માતા પુત્રીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા સેનેટ રાઈઝર નો છટકાવ કરવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું જાણવા મળ્યું હતું.

ફતેપુરા તાલુકાના સુખસરમાં મેન બજાર વિસ્તારમાં રહેતા અનિતાબેન દિલીપભાઈ સાધુ અને તેમની પુત્રી પલ્લવીબેન ને કોરોના પોઝિટિવ નો રિપોર્ટ આવ્યો હોવાની વાતને લઇ ખળભળાટ મચી જવા પામ્યો હતો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ હોવાની જાણ થઇ હતી સુખસર બજારમાં કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વાતને લઈને અન્ય લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે તેમ જ ગામ પંચાયત દ્વારા સેનેટ રાઈઝર કરવામાં આવે તેવી પણ માંગ થઇ રહી છે રેપિડ ટેસ્ટ માં માતા પુત્રીને કોરોના પોઝિટિવ આવ્યો માહિતી તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

Share This Article