Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં આવેલા મકાનમાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી:68હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે 8 શકુનિઓ ઝડપાયા

દાહોદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં આવેલા મકાનમાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી:68હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે 8 શકુનિઓ ઝડપાયા

 નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ શહેર પોલિસે ગોવિંદ નગર અમરદીપ સોસાયટીના એક રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર ઓચિંતો દરોડો પાડી 8 શકુનીઓને 68, 290 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલ શ્રાવણ માસ ચાલતો હોઈ આ માસમાં જુગારીયાઓ ભરપૂર જુગાર રમે છે.ત્યારે આ જુગારની બદીને ડામી દેવા સક્રિય બનેલી પોલિસને મળેલ બાતમીના આધારે ગોવિંદ નગર અમરદીપ સોસાયટી ખાતેના રહેવાસી મલકેશ રાસીંગ પરમારના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો પાડી ( ૧ ) મલકેશભાઈ રાસિંગભાઈ જાતે પરમાર ઉ.વ .૪૬ રહે . દાહોદ વણકર ( અમરદીપ ) સોસાયટી ગોવિંદ નગર તા.જી.દાહોદ ( ૨ ) જયદીપભાઈ નવલસિંગભાઈ જાતે.બામણીયા ઉ.વ .૩૯ રહે દાહોદ કાર્તિકેય સોસાયટી ચાકલીયા રોડ તા.જી.દાહોદ ( 3 ) અમરતલાલ પૂંજાલાલ જાતે.પ્રજાપતિ ઉ.વ .૩૦ રહે દાહોદ બહારપુરા અંજલી કુરીયર સામે તા.જી.દાહોદ ( ૪ ) મહેન્દ્રસિંહ અજીતસિંહ જાતે.સોલંકી ઉ.વ .૪૨ રહે દાહોદ આદિવાસી સોસાયટી તા.જી.દાહોદ ( ૫ ) અમિતકુમાર અશોકકુમાર જાતે.સોલંકી ઉ.વ .૩૫ રહે આકાશદિપ સોસાયટી તા.જી. દાહોદ ( ૬ ) અશોકકુમાર જવસિંગભાઈ જાતે . સોલંકી ઉ.વ .૬૩ રહે આકાશદિપ સોસાયટી તા.જી. દાહોદ ( ૭ ) પરેશભાઈ કનુંભાઈ જાતે જા દવ ઉ.વ. ૫૦ રહે દાહોદ એકલવ્ય સોસાયટી ગોદી રોડ તા.જી. દાહોદ ( ૮ ) મોહનલાલ ચુનીલાલ જાતે.પરમાર ( પ્રજાપતિ ) ઉ.વ .૧૯ રહે દાહોદ સહકાર નગર તા.જી.દાહોદ સહીત 8 જુગારીયાઓને ઝડપી પાડી તેમના પાસેથી 68, 290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 8 જુગારીયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેર પોલિસે બે દિવસમાં બે જુગારધામ પર દરોડો પાડી જુગારીયાઓને ઝડપયા:પરંતુ દરોડા દરમિયાન મોબાઈલ ફોન તેમજ વાહનો ન મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું

દાહોદ શહેરમાં છેલ્લા બે દિવસમાં દાહોદ શહેર પોલિસે પીઆઇ વસંત પટેલના નેતૃત્વમાં શહેરના ગારખાયા વિસ્તારમાં જુગાર રમતા 8 જુગારીયાઓને ઝડપી લીધા હતા.તેમજ ગઈકાલે ગોવિંદ નગર અમરદીપ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી 8 જુગારીયાઓને મુદામાલ સાથે ઝડપી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો તે સારી બાબત છે.પરંતુ દાહોદ શહેર પોલિસ દ્વારા બે દિવસના બે જુગારધામ પર રેડ દરમિયાન કોઈ મોબાઇલફોન કે, વાહન ન મળતા આ મામલે શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાતા તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.જો જુગાર રમવા આવેલા ઉપરોક્ત જુગારીઓ પાસે વાહન કે મોબાઈલ ફોન નહોતા.તેમજ પોલિસને  આ બંને જુગારના દરોડામાં મોબાઈલ ફોન કે વાહનો મળ્યા નથી તે બાબતે પોલિસ દ્વારા ભીનું સંકેલ્યું હોવાની વાતો નગરજનોમાં વહેતી થવા પામી છે.જોકે આ મામલો ગહન તપાસનો વિષય બની જવા પામ્યો છે.

error: Content is protected !!