Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં કોરોના સંક્રમણને પગલે પાડોશી જિલ્લા ઝાબુઆમાં ગુજરાતને જોડતા માર્ગોને ગ્રામજનો દ્વારા માટી નાખી બંધ કરાયો

દાહોદમાં કોરોના સંક્રમણને પગલે પાડોશી જિલ્લા ઝાબુઆમાં ગુજરાતને જોડતા માર્ગોને ગ્રામજનો દ્વારા માટી નાખી બંધ કરાયો

   નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૦૧

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલા અઠવાડિયાથી કોરોના સંક્રમણના કેસો કુદકેને ભુસકે વધી રહ્યા છે ત્યારે દાહોદની સરહદે આવેલ મધ્યપ્રદેશના  ગ્રામીણ લોકો દવારા  અંતરીયાળ વિસ્તારો બંધ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.જોકે આરોગ્ય વિભાગ દ્વારા હાઈવે માર્ગ પર સ્ક્રીનીંગ સહિતની કામગીરી કર્યા બાદ જ અવર જવર કરાતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

કોરોના સંક્રમણના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં રોજે રોજ કેસો આવી રહ્યા છે. દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્ય પ્રદેશના અંતરીયાળ વિસ્તારો તથા ગ્રામીણ વિસ્તારોથી પસાર થતા કેટલાક માર્ગાે પર ગ્રામજનો દ્વારા માટી નાખી બંધ કરી દીધાનું જાણવા મળેલ છે. . માત્ર ઈન્દૌર નેશનલ હાઈવ ચાલુ રાખવામાં આવ્યો છે અને તે પણ આ હાઈવે ઉપર ઝાબુઆ પ્રશાસન દ્વારા અવર જવર કરતાં વાહન ચાલકો સહિત લોકોનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જેને લક્ષણો જણાય છે તેઓને પ્રવેશ પર પ્રતિબંધ પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કહી શકાય કે, કદાચ દાહોદમાં વધતા કોરોના સંક્રમણને પગલે ઝાબુઆ જિલ્લાના કલેક્ટર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હોય. આમ, હાલ તો હાઈવે ચાલુ હોવાનું જણાઈ આવ્યું છે પરંતુ આવનાર દિવસોમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા આગળ કેવી પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે તે જાેવાનું રહ્યું.

————————

error: Content is protected !!