Friday, 22/11/2024
Dark Mode

લો બોલો હવે તો દેવસ્થાન પણ અસુરક્ષિત… દાહોદ શહેરમાં હનુમાનજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા:સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર

લો બોલો હવે તો દેવસ્થાન પણ અસુરક્ષિત… દાહોદ શહેરમાં હનુમાનજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા:સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર

   જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ નગર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બન્યા સક્રિય,કોરોના મહામારીમાં રાત્રે કર્ફ્યુ દરમિયાન અને પોલિસની નાઈટ નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી તસ્કરોએ આપ્યો ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ, એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સરસામાન સહીતની માલમત્તા પર કર્યો હાથફેરો,શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં એક સપ્તાહમાં એક મંદિર, બેંક સહીત ત્રણ ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરો બેફામ બનતા લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાયો, પોલિસે જૂની અને ભંગાર સિસ્ટમની વચ્ચે રાબેતા મુજબ કાર્યવાહી શરુ કરી જ્યારે તસ્કરો ક્યારે ઝબ્બે થશે તે યક્ષપ્રશ્ન?

દાહોદ તા.29

દાહોદ શહેરના હરી વાટિકા નજીક આવેલા હનુમાનજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કરી સોના-ચાંદીના દાગીના રોકડ રકમ મોબાઇલ ફોન તેમજ અન્ય સામાન મળી કુલ દસ હજાર રૂપિયાની માલમતા પર હાથફેરો કરી નાસી છૂટ્યાં જાણવા મળેલ છે.

દાહોદ શહેરમાં છેલ્લા એક તસ્કરો બેફામ બની બિન્દાસ્ત રીતે એક પછી એક બે ઘટનાઓને અંજામ આપતાં શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના હરિ વાટિકા ગૌશાળા સહકાર નગર નજીક આવેલા હનુમાન મંદિરમાં ગત તારીખ 27.07 2020 ના રોજ રાત્રીના કર્ફ્યુ તેમજ પોલિસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી ત્રાટકેલા તસ્કરોએ મંદિરની જાળીનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી મંદિરના કબાટમાં મૂકી રાખેલ ચાંદીના સિક્કા તેમજ ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ, 5 હજાર રૂપિયાની રોકડ રકમ, જમીનના કાગળો, 4 હજાર કિંમતનો બજરંગ બલીનો ચાંદીનો 200 ગ્રામનો મુંકુટ, લોખંડ કાપવાનુ ઈલેક્ટ્રીક ગ્રાઈન્ડર, મોબાઇલ ફોન તેમજ ટોર્ચ  મળી કુલ 10 હજાર રૂપિયાની માલમતા પર હાથફેરો કરી ચોરીની ઘટનાને બિન્દાસ રીતે અંજામ આપી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

 આ સંબંધે મંદિરના પૂજારી ભરતદાસજી મહારાજે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેરમાં એક જ વિસ્તારમાં  એક સપ્તાહમાં બીજી ચોરીની ઘટના:તસ્કરો બેખોફ:પોલીસના હાથ ખાલી 

દાહોદ શહેરના પ્રસારણ નગરમાં ગત સપ્તાહમાં ઇન્દોર પર આવેલ બચપન સ્કૂલ, મર્કન્ટાઈન બેંક તેમજ આસપાસની ત્રણ દુકાનોમાં ચોરી કરવા માટે તસ્કરોએ તાળા તોડ્યા હતા.અને આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જ્યારે આજરોજ આ જ વિસ્તારમાં તસ્કરોએ મંદિરમાં ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા હતા. ત્યારે પોલિસ માટે પડકારરૂપ બની રહેલા તસ્કર ટોળકીને પોલિસ કેટલા દિવસમાં ઝબ્બે કરે છે. તેના ઉપર હાલ નગરજનો મીટ માંડીને બૈઠા છે. ઉલ્લેખનીય છે કે હાલ દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ત્યારે આ તસ્કર ટોળકીને સીસી ટીવીના માધ્યમથી શોધખોળ કરવામાં આવે તો બહુ ઝડપથી આ તસ્કર ટોળકી જેલની સલાખોની પાછળ ધકેલાઈ જાય તેમ છે. ત્યારે દાહોદ શહેર પોલીસ આવનારા સમયમાં કેવા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું

error: Content is protected !!