Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરામાં સારવાર કરાવી વડોદરા ગયેલી વૃદ્ધા કોરોના સંક્રમિત આવતા ચકચાર:ફતેપુરાના ખાનગી તબીબ સહિત 6 લોકોને કોરોનટાઇન કરાયાં

ફતેપુરામાં સારવાર કરાવી વડોદરા ગયેલી વૃદ્ધા કોરોના સંક્રમિત આવતા ચકચાર:ફતેપુરાના ખાનગી તબીબ સહિત 6 લોકોને કોરોનટાઇન કરાયાં

      હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરામાં ખાનગી દવાખાનામાં સારવાર બાદ વડોદરા રિપોર્ટ કરાવતા વૃદ્ધાને કોરોના પોઝિટિવ.પુત્રી ફતેપુરા માં રહેતા હોવાથી ત્યાં આવ્યા હતા.ફતેપુરામાં સારવાર કરનાર તબીબ સહિત છ હોમકોરોન ટાઈન થયા.ફતેપુરા ને લોકડાઉન કરવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા

સુખસર તા.13

ફતેપુરા નગરમાં પાછલા પ્લોટ વિસ્તારમાં  એક વૃદ્ધા વડોદરાના પાદરાથી ફતેપુરા આવ્યા હતા.ફતેપુરામાં તેઓની હાલત ખરાબ થતાં ખાનગી ડૉકટર ને ત્યાં સારવાર કરાવી હતી.અને બોટલ ચઢાવ્યો હતો છતાં આરામ ન થતાં દર્દી  વડોદરાના પાદરા પોતાના ગામ હોવાથી ધરે જતા રહ્યા હતા. જેઓનો ત્યાં રીપોટ પોજીટીવ આવ્યો હતો.જેમાં તેમના પુત્રી તેમના માતૃશ્રીને બરોડા પાદરા મૂકીને પરત ફતેપુરા આવી ગયા હતા.આ બાબતે ફતેપુરાના પાંચ જેટલા સભ્યોની હાલત ખરાબ હોવાની અને કોરોના પોઝિટિવ હોવાની શક્યતા બાબતના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેમજ પોલીસ લાઇન રોડ પર આવેલ ખાનગી તબીબ સ્વેચ્છાએ હોમ કોરોનટાઇન થયા છે.જ્યારે પાંચ સભ્યોએ કોરોના રિપોર્ટ માટે સેમ્પલ આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

કોરોના પોઝીટીવ કેસના સંદર્ભમાં શોશ્યલ મીડિયામાં વાયરલ કરી પૈનીક ફેલાવનાર સામે કાર્યવાહી માટે રજૂઆત કરાઈ 

ફતેપુરામાં પાંચ જેટલા સભ્યોને કોરોના પોઝિટિવ હોવાની શક્યતા અને તેઓની તબિયત ખરાબ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેને લઇને બ્રહ્માકુમારીના સંચાલક દ્વારા મેસેજ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવા ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!