Saturday, 19/04/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ:4 મીડિયા કર્મી સહીત 18 પોઝીટીવ કેસો સાથે શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચ્યો: કુલ 45 એક્ટિવ કેસો હોસ્પિટલમાં…

દાહોદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ:4 મીડિયા કર્મી સહીત 18 પોઝીટીવ કેસો સાથે શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચ્યો: કુલ 45 એક્ટિવ કેસો હોસ્પિટલમાં…

   જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૮

દાહોદ જિલ્લામાં આજે કોરોના પોઝીટીવ આંકડાએ શહેર સહિત જિલ્લાવાસીઓને અચંબા સાથે લોકોમાં ગભરાટ સહિત ચકચાર મચાવી મુક્યો છે. નાનકડો દાહોદ જિલ્લો જાણે આવનાર દિવસોમાં ગુજરાતના રેડ ઝોન એવા વડોદરા, અમદાવાડ તેમજ સુરત જેવા જિલ્લાઓને કોરોના મામલે ઓવરટેક મારી લેશે તેવી ભીતી હાલના સમયમાં વર્તાઈ રહી છે. કારણ કે, છેલ્લા ત્રણ – ચાર દિવસથી કોરોના પોઝીટીવ આંકડાઓમાં જે પ્રમાણે ઉછાળો નોંધાઈ રહ્યો છે.તેનાથી આરોગ્ય તંત્રમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનાર દિવસો દાહોદ જિલ્લા માટે કોરાના મામલે ઘાતક સાબીત થનારો હોવાનુ પણ પ્રતિત થઈ રહ્યું છે કારણ કે, આજે એક સાથે ૧૮ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં આરોગ્ય તંત્ર સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ૧૮ પૈકી ૪ દર્દીઓ મીડીયા કર્મચારીઓ હોવાનું સત્તાવાર મળતી માહિતી પ્રમાણે જાણવા મળતા દાહોદ જિલ્લાના મીડીયા જગતમાં પણ ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.પરંતુ સદ્‌નસીબે આ ચાર મીડીયા કર્મચારીઓ અગાઉથી જ હોમ ક્વોરેન્ટાઈન હોવાથી તેઓના સંપર્ક ટ્રેસીંગની હિસ્ટ્રી વધુ નહીં નીકળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

વધુ મળતી માહિતી મુજબ ગઈકાલે ૧૭૮ કોરોના રિપોર્ટાેના સેમ્પલો દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રએ કલેક્ટ કર્યા હતા. આજરોજ હાથમાં જેવા આ રિપોર્ટાે આવતા અને ૧૮ પોઝીટીવ રિપોર્ટાે નજરે પડતા આરોગ્ય તંત્રમાં સ્તબ્ધતાના માહૌલ સાથે આરોગ્યની ટીમો કામગીરીમાં જોતરાઈ ગઈ હતી. આ ૧૮ પૈકી ૪ લોકો દાહોદના મીડીયા કર્મચારીઓ હોવાનુ બહાર આવતા દાહોદ જિલ્લા પત્રકાર જગતમાં ચકચાર મચી જવા પામી હતી. ૧૮ દર્દીઓમાં ભદ્રેશભાઈ દિલીપભાઈ રાણા (ઉ.વ.૩૨, રહે.લીમડી, ઝાલોદ), પટેલ ઈશ્વર એ. (ઉ.વ.૧૮, રહે.બોગડવા, તા.દેવગઢ બારીઆ), બારીઆ દિનેશ આર. (ઉ.વ.૧૮, રહે.રેબારી, દેવગઢ બારીઆ), તસ્લીમા શાબીરભાઈ પઠાણ (ઉ.વ.૩૬, રહે.કસ્બા, દાહોદ), સિધ્ધાર્થ દિલીપ રાઠોડ (ઉ.વ.૪૭, રહે.મંડાવરોડ,દાહોદ), કલ્પના સરીકલાલ દેસાઈ (ઉ.વ.૭૦, રહે. દેસાઈવાડા,દાહોદ), કીયાનકુમાર પ્રભાકર ધાગ (ઉ.વ.૪૦, રહે.ગોધરા રોડ,દાહોદ), મુર્તુઝા હુસેનભાઈ બોરીવાલા (ઉ.વ.૪૮, રહે.હુસૈન મહોલ્લા,દાહોદ), વિનોદચંદ્ર રણછોડદાસ પંચાલ (ઉ.વ.૬૧, રહે. દાહોદ), સચીન કનુ દેસાઈ (ઉ.વ.૫૧, રહે.દાહોદ), ઈરફાન મહેબુબમીયા મલેક (ઉ.વ.૪૧, રહે.દાહોદ), જીગરભાઈ વિનોદચંદ્ર પંચાલ (ઉ.વ.૩૫,રહે.દાહોદ), ર્ડા.વનરાજસિંહ એમ.હાડા (રહે.૪૮, રહે.દાહોદ), જુજરભાઈ અલીમુદ્દીન ખડકીવાલા (ઉ.વ.૬૮, રહે.દાહોદ), જયકુમાર રાજુભાઈ તડવી (ઉ.વ.૨૫, રહે.દાહોદ), નગીનભાઈ પરષોત્તમભાઈ પરમાર (ઉ.વ.૬૫, નાનાડબગરવાડ,દાહોદ), અબ્દુલ્લા સૈફુદ્દીન ઝબાવાલા (ઉ.વ.૬૫, રહે.દાહોદ) અને પીયુષકુમાર ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫, રહે.દુધિયા, તા.લીમખેડા) એમ આ ૧૮ વ્યક્તિઓના  આજે કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતા અને આ સાથે જ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સેનેટરાઈઝ તેમજ ટ્રેસીંગ કોન્ટેક્ટની કામગીરીમાં જોતરાઈ ગઈ છે.જ્યારે દાહોદ જિલ્લામાં આજરોજ નોંધાયેલા કોરોના પોઝીટીવ કેસો સાથે નો કુલ આંકડો 98 પર પહોંચવા આવ્યો છે.જ્યારે 50 જેટલાં દર્દીઓ કોરોના મુક્ત થઈ ઘરે જતા રહેતા હાલ 45 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે ત્રણ દર્દીઓ નું મૃત્યુ થવા પામેલ છે

error: Content is protected !!