ઝાલોદ નગર પાલિકાની અંતિમ સામાન્ય સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન:ઉપપ્રમુખ અને ભાજપના બે સભ્યોના વોક આઉટથી સભામાં સોપો

Editor Dahod Live
2 Min Read

  હિરેન પંચાલ @ ઝાલોદ 

ઝાલોદ નગર પાલિકા ની અંતિમ સામાન્ય સભા મળી.ઉપપ્રમુખ અને ભાજપના બે સભ્યોના વોક આઉટથી સભામાં સોપો.

ઝાલોદ તા.06

ઝાલોદ નગર પાલિકા ની અંતિમ સામાન્ય સભા આજ સોમવાર ના રોજ સવારે ૧૧ કલાકે પાલિકા ના સભાખંડ માં મળી હતી. ધારાસભ્ય ભાવેશ કટારા એ પણ હાજરી આપી હતી.

ઝાલોદ નગર પાલિકા ની ચાલુ ટર્મ ને પૂર્ણ થવાને ગણતરીના જ દિવસો બાકી છે. આગામી ઓગસ્ટ માસ માં ઝાલોદ પાલિકા ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય એવી શક્યતાઓ પણ છે. ત્યારે, સામાન્ય ઉમેદવાર પ્રમુખ પદ માટે આરક્ષિત હોઇ, જાનૈયા એટલા જ વરરાજા જેવો ઘાટ ઘડાયો છે. અને આથી જ પાલિકા ના મોટા ભાગના સભ્યો છેલ્લા એક માસથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

જો કે આજે સામાન્ય સભા ગોઠવી દેવામાં આવતા આ અંગે અનેક તર્ક વિતર્કો સંભળાઈ રહ્યા હતા. પરંતુ આજે મળેલી સામાન્ય સભામાં કુલ ૧૬ જેટલા સભ્યો જ હાજર રહ્યા હતા. જેમાં પ્રી મોનસુંન કામગીરી, બજેટ, તથા કોરોના મહામારી માં કરવામાં આવેલ કામગીરી ના બિલ પાસ કરવા જેવા મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. ત્યાર બાદ ભાજપના માત્ર બે અને ઉપપ્રમુખ એમ મળી કુલ ત્રણ સભ્યો એ એ વોક આઉટ કરી દેવામાં આવતા જ. સભામાં સોપો પડી ગયો હતો.
આમ આજે મળેલી અંતિમ સામાન્ય સભા તોફાની રહેવાના એંધાણ તો હતા પણ ખૂબ જ શાંતિ પૂર્ણ માહોલ માં સંપન્ન થઈ હતી.

Share This Article