દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં મહાકાય અજગર માનવ વસ્તીમાં આવી જતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ પ્રકૃતિ મિત્ર મંડળનો સંપર્ક કરતા પ્રકૃતિ મંડળના કાર્યકર્તાઓએ સાવચેતી પૂર્વક અજગરનો રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ પકડાયેલા મહાકાય અજગરને વનવિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.