Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં સતત બીજા દિવસે કોરોના પોઝીટીવના ત્રણ કેસો નોંધાયા:કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 14 પર પહોંચ્યો

દાહોદમાં સતત બીજા દિવસે કોરોના પોઝીટીવના ત્રણ કેસો નોંધાયા:કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 14 પર પહોંચ્યો

નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.02

દાહોદમાં સતત બીજા દિવસે આજરોજ સાગમટે કોરોના પોઝીટીવ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જ્યારે બે દિવસમાં 6 જેટલાં કોરોના પોઝીટીવના કેસો નોંધાતા આરોગ્યવિભાગ સહીત વહીવટીતંત્રમાં પણ ચિંતાનો દોર ફેલાઈ જવા પામ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 118 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણઅર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી 115 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા જ્યારે ત્રણ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્રમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

વધુ મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારીમાં લોકડાઉનની વચ્ચે દાહોદ જિલ્લામાં વહીવટી તંત્રની સતર્કતા તેમજ કડકાઈના કારણે કોરોના મહદઅંશે કાબુમાં હતો.જયારે અનલોક 1અને 2 માં આંશિક છૂટછાટોમાં બહારગામથી દાહોદ આવેલા લોકો કોરોના વાયરસની ચપેટમાં આવ્યાનું સામે આવવા પામ્યું છે. જોકે આરોગ્ય વિભાગ પણ તમામ મોરચે કોરોનાને દાહોદમાંથી નાબૂદ કરવા મક્કમતાથી આગળ વધી રહ્યું છે જેના લીધે કોરોના પોઝીટીવ આવેલા વ્યક્તિઓ પૈકી મોટાભાગના લોકો કોરોનાને મહાત આપવામાં સફળ રહ્યા છે. દાહોદમાં સતત બીજા દિવસે સાગમટે ત્રણ પોઝિટિવ કેસો થી આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.જ્યારે વધુ મળતી માહિતી મુજબ ગતરોજ 118 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા તે પૈકી ૧૧૫ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને ઝાલોદ તાલુકાના લીમડી ગામના 33 વર્ષીય વિશાલ મહાબલ,52 વર્ષીય દાહોદના નારૂભાઇ ચુનિયાભાઈ સંગાડા તેમજ ફતેપુરાના ધાણીખુંટના 22 વર્ષીય રાજેશ વીનેશભાઈ મકવાણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ આજરોજ કોરોના પોઝીટીવ આવેલા ત્રણ લોકો પૈકી લીમડીના વિશાલ મહાબલના દાદા કોરોના પોઝીટીવ આવતા તેઓ છેલ્લા 15 દિવસથી વડોદરા ખાતે હતા અને ગત તા. 30 મી જૂનના રોજ દાહોદ આવ્યા હતા ત્યારબાદ તેમને તાવ આવતા તેઓને ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને આજરોજ તેમનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે દાહોદના નારૂભાઇ સંગાડાને કોરોના લક્ષણો જણાતા તેઓને પણ ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરી રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યા હતા. જ્યારે ફતેપુરાના ધાણીખુંટના રહેવાસી રાજેશ મકવાણા અમદાવાદ ખાતેથી દાહોદ આવતા આરોગ્ય વિભાગે તેમનો સેમ્પલ કલેક્ટ કરી શકાશે અને મોકલતા તેઓનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.હાલ આરોગ્ય વિભાગે આજરોજ કોરોના પોઝીટીવ આવેલા ત્રણેય દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની શોધખોળ આદરી તેઓને પણ પર કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.આરોગ્ય વિભાગ ધાણીખુંટ, લીમડી તેમજ દાહોદમાં સેનેટાઈઝર સહિત દવાની છુટકારો ની કામગીરીમાં પણ જોતરાઈ ગયા છે.
હાલ દાહોદમાં કોરોના પોઝીટીવના 60 કેસો નોંધાવવા પામ્યા છે. જે પૈકી 46 લોકો કોરોના મુક્ત થતાં હાલ 14 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

error: Content is protected !!