જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૦૧
દાહોદમાં આજે સાંજના સમયે બે કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ કલાક બાદ ફરી આરોગ્ય તંત્ર દ્વારા વધુ એક કોરોના પોઝીટીવ કેસના ઉમેરો થયો હોવાની સત્તાવાર જાહેર કરતાં દાહોદમાં આજે એક સાથે ત્રણ દર્દીઓ કોરોના પોઝીટીવની ખબરો સાથે જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
મળતી માહિતી દાહોદ શહેરના નાના ડબગરવાડના રહેવાસી ૪૬ વર્ષીય વિનોદભાઈ પરષોત્તમદાસ દેવદા તેમજ ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના રહેવાસી ૩૦ વર્ષીય જસવંતભાઈ મનુભાઈ પરમારનો રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યો હતો ત્યારે બીજી તરફ થોડાક જ કલાકો બાદ વધુ એક પોઝીટીવ દર્દીનો સમાવેશ થતાં આ ત્રીજા મહિલા દર્દી હેતલબેન સંજયભાઈ પંચાલ (ઉ.વ.૩૭, રહે. લક્ષ્મીનગર,દાહોદ) સગર્ભા અવસ્થામાં હતી અને અમદાવાદની સન ફ્લાવર હોસ્પિટલમાં ખાતે (ivf) પદ્ધતિથી ડિલીવરી માટે ગઈ હતી. જ્યા તેનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો.જોકે કોરોના પોઝીટીવ આવેલી સગર્ભા મહિલાના પતિ કામકાજ અર્થે નિયમિતરીતે અમદાવાદ, વડોદરાની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાલ મહિલાના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી તેઓને પણ કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે
આમ, દાહોદ જિલ્લામાં હવે એક્ટીવ કેસોની વાત કરીએ તો એક્ટીવ કેસોની સંખ્યા ૧૧ ઉપર પહોંચી છે.