દાહોદમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા:દાહોદમાં અત્યારસુધીમાં કોરોના પોઝીટીવના 56 કેસો નોંધાયા:10 એક્ટિવ કેસો સારવાર હેઠળ

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.01

દાહોદમાં આજરોજ વધુ બે કોરોના પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્રમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલે 94 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી 92 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામતા દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 56 પર પહોંચવા પામ્યો છે.જોકે વધુ એક દર્દી કોરોના મુક્ત થતાં તેઓને આજરોજ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.જયારે હાલ કોરોના સક્રમિત 10 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

મળતી માહિતી દાહોદ શહેરના નાના ડબગરવાડના રહેવાસી 46 વર્ષીય વિનોદભાઈ પરષોત્તમદાસ દેવદા તેમજ ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના રહેવાસી 30 વર્ષીય જસવંતભાઈ મનુભાઈ પરમારનો રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યો હતો.
વધુમાં જાણવા મળ્યા મુજબ આજરોજ કોરોના પોઝીટીવ આવેલા વિનોદભાઈ દેવદા લુણાવાડા ખાતેથી દાહોદ ખાતે આવ્યા હતા અને જશવંતભાઈ પરમાર કર્ણાટકથી દાહોદ આવ્યા હતા જોકે તેઓને કોરોનાના લક્ષણો જણાતા તેઓને અત્રેના હોસ્પિટલ ખાતે લાવી તેઓના ગઈકાલે સેમ્પલ કલેક્ટ કરી ચકાસણીઅર્થે મોકલવામાં આવ્યો હતો.અને આજરોજ બંનેના રિપોર્ટ પોઝીટીવ આવવા પામ્યો હતો. આરોગ્ય વિભાગે હાલ કોરોના પોઝિટિવ આવેલા બન્ને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી તેઓને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ નાના ડબગરવાડ તેમજ જેસાવાડા ગામના આસપાસના વિસ્તારોને સેનેટાઈઝર સહિત દવાના છંટકાવની કામગીરીમાં પણ જોતરાયા છે.દાહોદમાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ ના 56 કેસો નોંધાવા પામ્યા છે. જે પૈકી 45 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને અત્રેના હોસ્પિટલમાંથી રજા મળી જવા પામી છે.તેમજ કોરોનાના લીધે એકનું મૃત્યુ થતાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કુલ 10 કેસો અત્રેની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

Share This Article