Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:વડોદરા ખાતે સારવાર કરાવવા ગયેલો આધેડ કોરોના પોઝીટીવ આવતા ચકચાર

દાહોદ:વડોદરા ખાતે સારવાર કરાવવા ગયેલો આધેડ કોરોના પોઝીટીવ આવતા ચકચાર

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.28

દાહોદમાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ મુકેશ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. વધુ મળતી માહિતી પ્રમાણે વડોદરામાં  સૂચિબદ્ધ દાહોદના રહેવાસી એવા ૫૭ વર્ષીય આધેડ ઇસમનો વડોદરા ખાતે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આ દર્દીને વડોદરાની હોસ્પિટલ ખાતે જ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષીય રસિદભાઈ એસ.ગરબાડાવાળા ગત તારીખ ૨૩મી જૂન ના રોજ ડાયાબિટીસની સારવાર માટે વડોદરા મુકામે ગયા હતા. સારવાર કરાવતા પહેલા આ રસીદભાઇના કોરોના સૅમ્પલો લેવામાં આવ્યા હતા. આજરોજ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી સત્તાવાર મળેલ માહિતી મુજબ આ દાહોદના રસિદભાઈનો કોરોના રિપોર્ટ વડોદરામાં પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરા મુકામે આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વડોદરાની જ સ્પંદન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગે ગઇકાલે ૭૫ જેટલા સેમ્પલો કલેક્ટ કરી તપાસ અર્થે મોકલ્યા હતા. તે તમામ સેમ્પલો નેગેટિવ આવ્યા હતા.

error: Content is protected !!