Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં એક જ દિવસમાં કોરોના પોઝીટીવના બે કેસો નોંધાતા ખળભળાટ:જિલ્લાનો કોરોના કેસોનો આંકડાએ અર્ધસદી વટાવી

દાહોદમાં એક જ દિવસમાં કોરોના પોઝીટીવના બે કેસો નોંધાતા ખળભળાટ:જિલ્લાનો કોરોના કેસોનો આંકડાએ અર્ધસદી વટાવી

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.25

દાહોદ શહેરમાં સતત ત્રીજા દિવસે બપોરે કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો હતો.જોકે મોડી સાંજ સુધીમાં વધુ એક પોઝીટીવ કેસ સામે આવતા એક જ દિવસમાં વધુ બે કોરોના પોઝીટીવના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સહિત વહિવટી તંત્ર દ્વારા પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત કેસનો કુલ આંકડો હાફ સેન્ચુરી પાર કરી ગયો છે.જોકે જોકે હાલ કોરોના સંક્રમિતના કુલ 8 એક્ટિવ કેસો હાલ અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

વધુમાં મળતી માહિતી અનુસાર ગઈકાલે આરોગ્ય વિભાગે 159 થી પણ વધુ સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી 69 સેમ્પલોના રિપોર્ટ પૈકી 68 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.તેમજ ગત 16મી જૂને અમદાવાદથી દાહોદ આવેલા દે.બારીયા તાલુકાના કુવાબૈણા ગામના જુના ફળિયાના 30 વર્ષીય ધીરજભાઈ પટેલનો રિપોર્ટ પોઝીટીવ આવવા પામ્યો હતો.જોકે મોડી સાંજે વધુ 90 સેમ્પલોના આવેલા રિપોર્ટે આરોગ્ય તંત્ર સહિત વહિવટી તંત્રની ચિંતામાં વધારો કરી દીધો છે.જાણવા મળ્યા મુજબ 90 સેમ્પલો પૈકી 89 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે દાહોદ શહેરના ગોદીરોડ રંગોળીપાર્ક સોસાયટી નજીક યોગેશ્વર નગરના રહેવાસી 32 વર્ષીય કુંદન રતનકુમાર મોહતોનો રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.વધુમાં મળતી માહિતી અનુસાર કુંદન મોહતો સોમવારે વડોદરાથી દાહોદ આવ્યા હતા.અને તેમને 10 દિવસથી તાવ આવતો હોવાથી ગત 23 મી જૂનથી અત્રેના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા.

આમ આજરોજ કુલ 159 લોકોના સેમ્પલો પૈકી 157 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે એક જ દિવસમાં કોરોના પોઝીટીવના બે કેસોએ આરોગ્ય તંત્ર સહિત વહિવટી તંત્રની ચિંતામાં વધારો કરી મૂક્યો હતો.દાહોદમાં કોરોના સંક્રમિત લોકોનો કુલ આંકડો 50 પર પહોંચવા પામ્યો છે. જે પૈકી 42 લોકો કોરોના મુક્ત થતા તેઓને અત્રેના હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કોરોના સંક્રમિત કુલ 8 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે

error: Content is protected !!