Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરાના વાસીયાકુઈમાં કૂવામાં ફાંસો ખાધેલી હાલતમાં કિશોરીની લાશ મળી આવતા ચકચાર:હત્યા કે આત્મહત્યા ? પોલિસ તપાસમાં જોતરાઈ

ફતેપુરાના વાસીયાકુઈમાં કૂવામાં ફાંસો ખાધેલી હાલતમાં કિશોરીની લાશ મળી આવતા ચકચાર:હત્યા કે આત્મહત્યા ? પોલિસ તપાસમાં જોતરાઈ

 હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના વાસીયાકુઈમાં કૂવામાં ફાંસો ખાધેલી હાલતમાં કિશોરી ની લટકતી લાશ મળી.લટકતી લાશને લઈ હત્યા કે આત્મહત્યાની તરેહ તરેહની ચર્ચાઓ સ્થાન લીધું.

સુખસર તા 25

ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામે સવારના સમયે એક સગીરાની લાશ દોરડા વડે બાંધીને કૂવામાં લટકતી હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.જેમાં સગીરાના ઘર આગળના કૂવામાં લાશ હોવાનું જાણવા મળ્યું હતું. સગીરાની હત્યા થઈ છે કે આત્મહત્યા ? તે બાબતને લઇને અનેક ચર્ચાઓએ પંથકમાં સ્થાન લીધું હતું.

 ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામે એક કૂવામાં ગુરૂવારના રોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં સગીર વયની યુવતીની લાશ દોરડા વડે બાંધેલી હાલતમાં લટકતી હોવાનો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.જોકે મરણ જનાર સગીરા કૈલાસબેન ભીખાભાઈ બામણીયા ઉમર અંદાજીત ૧૬ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. કૈલાસની લાશ તેના પોતાના કૂવામાં જ હોવાનું જાણવા મળ્યું હતું. આ સગીરાની હત્યા કરી લાશ લટકાવી દેવાઈ છે કે તેને આત્મહત્યા કરી છે તેવી અનેક ચર્ચાઓએ પંથકમાં સ્થાન લીધું હતું.જોકે આ ઘટના બાબતે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.

ફતેપુરા તાલુકામાં શંકાસ્પદરીતે બનેલા અપમૃત્યુના બનાવો ચિંતાનું વિષય:યોગ્ય તપાસ થવી અનિવાર્ય 

ફતેપુરા તાલુકા સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સગીરા અને મહિલાઓની કૂવામાંથી લાશ મળવાના અનેક બનાવ બની ચૂક્યા છે.પરંતુ આ બનાવો કેવી રીતે બન્યા? કેમ બન્યા ?તેમજ સગીરા મહિલાના મોત પાછળનું કારણ શું તેની કોઈ જાણકારી મળતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા મહિલા સુરક્ષા માટેની કામગીરી માત્ર કાયદાના પુસ્તકો પૂરતી જ મર્યાદિત હોવાનું જણાય છે.

 સગીરાની મૃત્યુ અંગે હજી સુધી પોલિસ ફરિયાદ નોંધાઈ નથી 

આ બાબતે પાસે વાસીયાકુઈ ગામના આગેવાન સરપંચ શાંતિલાલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે સગીરાની કૂવામાં લટકતી લાશ મળી હતી.જે બાબતે સગીરાના પરિવારજનો દ્વારા કોઈપણ જાતની ફરિયાદ આપવાની ના પાડી હતી. તેથી પરિવારજનોએ ફરિયાદ નોંધાવી નથી.

error: Content is protected !!