જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૦૧
બે દિવસ અગાઉ વહેલી સવારે દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી ઝાપટું પડ્યું હતુ. આ સાથે જ દાહોદમાં મેઘરાજાની એન્ટ્રીથી મહદઅંશે લોકોને ગરમીથી રાહત મળી હતી પરંતુ બાદમાં સુર્યનારાયણના દર્શન સાથે જ બાદમાં બફારાનું વાતાવરણ સર્જાતા લોકો હેરાન પરેશાન પણ થતાં જાવા મળ્યા હતા. બીજી તરફ હાલ આજથી લોકડાઉનના અમલ વચ્ચે બજારોને પણ છુટછાટ આપી દેવાથી લોકોનો ભારે જમાવડો માર્કેટમાં જાવા મળ્યો હતો. આવી ગરમીમાં પણ લોકો બજારોમાં ઉમટી પડ્યા હતા.
વર્ષાઋતુનો હવે આરંભ થવા જઈ રહ્યો છે. આ માસમાં જ વરસાદી માહૌલ જામી જશે તેવી હવામાન વિભાગ દ્વારા પણ જાણવા મળ્યું છે ત્યારે બીજી તરફ શહેર સહિત જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલ વરસાદી ઝાપટાના પગલે આજે ભારે બફારો થવા લાગ્યો હતો. લોકો ગરમીથી રેબઝેબ થઈ ગયા હતા. આ સાથે જ સુર્યનારાયણની આંખ મીચોરીથી ગરમીનો અહેસાસ પણ થવા લાગ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્ર વિસ્તારમાં ચક્રવાતના એંધાણના પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જણાવાયું છે કે, આ ચક્રવાત દાહોદને પાર કરી શકે છે અને જેના પગલે વરસાદ અને ગતિથી પવન આવવાના સંકેતો પણ જણાવ્યા હતા.
————————————