Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:અનલોક 1માં છૂટછાટ મળતા બજારો પુનઃ ધમધમતા થયાં:માર્ગો પર કીડિયારું ઉભરાયું પર

દાહોદ:અનલોક 1માં છૂટછાટ મળતા બજારો પુનઃ ધમધમતા થયાં:માર્ગો પર કીડિયારું ઉભરાયું  પર

નીલ ડોડીયાર @ દાહોદ

દાહોદ તા.૦૧

લોકડાઉનના ૫ તબક્કામાં દેશભરમાં અનેક છુટછાટો આપવામાં આવી છે અને જેના પગલે ધંધા રોજગાર પણ શરૂ થઈ ગયા છે. દાહોદ શહેરમાં આજથી છુટછાટોમાં આપવામાં આવેલ રોજગાર ધંધા ધમધમતા શહેરમાં ભારે ભીડ જાવા મળી હતી. ઘણી જગ્યાએ તો ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે કોરોના વાયરસથી સચેત રહેવા આરોગ્ય તંત્ર દ્વારા ઘરની બહાર નીકળતા સમયે માસ્ક ફરજીયાત પહેરવા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા અઢી થી ત્રણ મહિનાઓ સુધી લોકડાઉનમાં રહેતા લોકોને જાણે આજથી મોકળુ મેદાન મળ્યુ હતુ. વહેલી સવારથી જ દાહોદ શહેરમાં લોકોનો ભારે જમાવડો નજરે પડ્યો હતો. લોકડાઉનના પાંચમા તબક્કામાં આપવામાં આવેલી છુટછાટોના પગલે શહેરના અનેક રોજગાર ધંધાઓ પણ ધમધમી ઉઠ્યા હતા. આ સાથે જ ખરીદી કરવા તેમજ બજારમાં ઉમટી પડેલી જાહેર જનતાની ભીડને કારણે કોરોના જાણે ગાયબ જ થઈ ગયો હોય તેમ પ્રતિત થતું પણ જાવા મળ્યું હતુ. ઘરની બહાર નીકળતી વેળાએ માસ્ક ફરિયાત પહેરી રાખવાના આરોગ્ય તંત્રના આદેશોનું લોકો હવે કેટલા અંશે પાલન કરશે તે જાવાનું રહ્યું પરંતુ જેટલી જવાબદારી આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્રની છે તેટલી જ જવાબદારી જાહેર જનતાની પણ છે અને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી વગર કામે ઘરની બહાર ન નીકળે અને નીકળે તો માસ્ક તેમજ સેનેટરાઈઝરનો ઉપયોગ કરે તે આજના સમયની માંગ છે. શહેરમાં આજે વહેલી સવારથી અનેક જગ્યાઓ ભીડના તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ખાસ કરીને પડાવ, યાદગાર ચોક, રળીયાતી રોડ, ગોવિંદ નગર જેવા ભરચક વિસ્તારોમાં લોકોની અવર જવર ભારે થતા આવા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી.

error: Content is protected !!