Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ શહેરમાં દીપડો ઘુસી જતા નાસભાગના દ્રશ્યો સર્જાયા:બે મહિલા સહીત ત્રણ લોકો ઘાયલ:વનવિભાગ રેસ્ક્યુ ઑપરેશનમાં જોતરાયું

દાહોદ શહેરમાં દીપડો ઘુસી જતા નાસભાગના દ્રશ્યો સર્જાયા:બે મહિલા સહીત ત્રણ લોકો ઘાયલ:વનવિભાગ રેસ્ક્યુ ઑપરેશનમાં જોતરાયું

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.24

દાહોદ શહેરમાં સવારના સમયે એક રહેણાંક સોસાયટીમાં દીપડો ઘુસી જતા નાગરવાસીઓમાં ભયની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.સવારના સમયે શહેરી વિસ્તારમાં દીપડો આવી ચઢતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.દીપડો આવ્યાની જાણ વાયુવેગે નગરમાં પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.આ ઘટનાનામાં બે મહિલા સહીત ત્રણ વ્યક્તિઓને દીપડાએ બચકું ભરી લેતા તેઓને સારવાર અર્થે નજીકના હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

કોરોના મહામારીની વચ્ચે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબુર બન્યા છે.ત્યારે અને વન્યજીવો ખોરાકની શોધમાં વિચરણ કરતા માનવ વસ્તીધરાવતા વિસ્તારોમાં આવી ચડવાની કેટલાય કિસ્સાઓ ભૂતકાળમાં બનવા પામ્યા છે.ત્યારે અફાટ વનરાજી તેમજ ગાઢ જંગલોથી ઘેરાયેલો એવા આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ શહેરમાં પ્રવેશતાની સાથે પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે એક મહિલા પર હુમલો કરી દાહોદના મંડાવરોડ પર સ્થિત અગ્રવાલ સોસાયટીના રહેવાસી કમલેશ અગ્રવાલના ઘરમાં ખોરાકની શોધમાં વિચરણ કરતો આવી ચઢ્યો હતો.જોકે રસ્તામાં એક મહિલા પર હુમલો કરી ઘરના આગણમાં આવી જતા અગ્રવાલ સોસાયટીમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.જ્યારે ગભરાયેલો દીપડો કારની નીચે છુપાઈ જતા સ્થાનિકોએ વનવિભાગ સહીત પોલિસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું.જ્યારે દીપડો ત્યાંથી ભાગી મંડાવરોડ પર આવી વિજય માળીની ફ્રૂટની લારીવાળા પર હુમલો કરી એક મકાનની પાણીની ટાંકી પાસે છુપાઈ જતા ફરી રેસ્ક્યુ હાથ ધરાય તે પહેલા મંડાવ રોડ પર સ્થિત માલીનો ડેલો (તબેલા)માં ઘુસી ગયો હતો.ત્યારબાદ વનવિભાગ તેમજ પ્રકૃતિ મિત્ર મંડળના સદસ્યોં,સંસ્કાર એડવેન્ચરના તજજ્ઞો ગૌરક્ષકો, પશુ ચીકીત્સકો સહીત જંગલ ખાતાના તજજ્ઞો માનવ વસ્તીમાં ઘુસેલા દીપડાને રેસ્ક્યુ કરવાનાં કામમાં જોતરાયા હતા. ત્યારે ઘટના શટલની આજુબાજુમાં પોલીસતંત્ર દ્વારા કિલ્લ્લે બંધી સર્જવામાં આવી છે. તો જે વિસ્તારમાં દીપડો ભરાયો છે તે વિસ્તારના ધાબા, ગેલેરી તથા ગલીઓના નાકે મોટી સંખ્યામાં કુતુહુલવશ લોકટોળા ઉમટયા છે. હાલ સમાચાર લખાય છે. ત્યાં સુધી હાલ રેસ્ક્યુ ઓપરેશનચાલુ છે.ત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં દે. બારીયા ધાનપુર વિસ્તારમાંથી ફોરેસ્ટ ખાતાના તજગનો પાંજરા વાયરનેટ, ટ્રેંક્યુલાઇઝર ગનથી ઈન્જેકશન આપી બેભાન કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

error: Content is protected !!