Friday, 22/11/2024
Dark Mode

ગરબાડામાં મૃત સમજી રાત્રિના ત્યજી દેવાયેલ કસુવાવડમાં જન્મેલી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ:માતાને હોસ્પિટલમાંથી રજા અપાઈ

ગરબાડામાં મૃત સમજી રાત્રિના ત્યજી દેવાયેલ કસુવાવડમાં જન્મેલી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ:માતાને હોસ્પિટલમાંથી રજા અપાઈ

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડામાં મૃત સમજી રાત્રિના ત્યજી દેવાયેલ કસુવાવડમાં જન્મેલી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ,માતાની તબિયત સારી હોવાથી તેને રજા અપાઈ

ગરબાડા તા.25

ગરબાડા માં તારીખ 22 મિનિ સાંજના સમયે એક મહિલાને સાત માસમાં જ પ્રસવ પીડા ઉપડતાં તેને ગરબાડા ના સરકારી દવાખાને લાવવામાં આવી જ્યાં આ મહિલાને નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવી હતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો જેનું વજન માત્ર ૯૦૦ ગ્રામ કરતાં પણ ઓછું હતું સામાન્ય રીતે ૯૦૦ ગ્રામ જેટલા વજનવાળા બાળકો જીવતાં નથી પરંતુ આ બાળકી જીવી હતી તો બીજી   પ્રસૂતિ બાદ આ મહિલાને ખેંચ આવતાં ૧૦૮ મારફતે તેને દાહોદ ના ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી મહિલા ને દાહોદ ના દવાખાને લઈ જવાની ઉતાવળમાં પરિવારજનો બાળકીને બાઈક ઉપર જ દાહોદ લઈ જતા હતા પરંતુ રસ્તામાં ખારવા ગામે આવેલ પેટ્રોલ પંપ ની પાસે આ બાળકી મૃત જણાતા તેના પરિવારજનો દ્વારા તેને રસ્તામાં જ ત્યજી દેવામાં આવી હતી અને તેને જમીનમાં દાટી દેવામાં આવી હતી પરંતુ અંધારામાં બાળકી ના મોનો ભાગ ખૂલ્લો રહી ગયો હતો જોકે વહેલી સવારમાં ખારવા ગામના સ્થાનિક લોકોને બાળકીના રડવાના અવાજની જાણ થતા તપાસ કરતા બાળકી જીવતી જોવા મળી જેથી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કર્યા બાદ ગરબાડા સરકારી દવાખાને બાળકીને લઈ જતા ત્યાંના તબીબ આર.કે મહેતાએ બાળકીને ઓળખી લીધી હતી અને માતા ને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાં સંપર્ક કરી બાળકીનું પુનઃ તેની માતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું પરંતુ રવિવારના દિવસે સવારના 9:00 આ બાળકીનું મૃત્યુ થયું હતું તેની માતાની તબિયત સારી હોવાથી તેને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!