ગરબાડાનાં નેલસુરમાં બાળ દીપડાના બચાવમાં દીપડી વિખુટી પડી રહેણાંક ઘરમાં પુરાઈ:વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું

Editor Dahod Live
3 Min Read

 વિપુલ જોષી @ ગરબાડા 

 ગરબાડા તા.18

ગરબાડા તાલુકાનાં નેલસુરમાં પોતાના બચ્ચા નો બચાવ કરવા જતા દીપડી તથા બચ્ચા વિખુટા પડ્યા દીપડી રહેણાક ઘરમાં ઘુસી જતા મકાનમાલિકે ઘરમાં જ પૂરી દીધી,મદદનીશ વનસંરક્ષક ના માર્ગદર્શન હેઠળ દીપડી અને તેના બચ્ચા નો મેળાપ થઈ જાય તે માટે રાત્રીના રેસ્ક્યુ કરવામાં આવ્યું, ગરબાડા તાલુકા ના નેલસુર ગામમાં થોડા દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ નો એક કેસ આવ્યો હતો જેના પગલે ગામમાં ત્રણ જેટલા ફળિયા કંટેઇન્મેન્ટ કરી દેવામાં આવ્યા હતા. તારીખ 18 મીના વહેલી સવારમાં સાત વાગ્યાના અરસામાં ત્યાં ફરજ બજાવતા કર્મચારી કુદરતી હાજતે ગયેલ હોય જ્યાં આ દીપડીના બે બચ્ચા રમતા હતા.કુદરતી હાજતે ગયેલા લોકો દીપડીના બચ્ચાને નુકસાન કરશે તેમ લાગતા દીપડી તેમની પાછળ દોડી હતી. જ્યારે એક બચ્ચું દોડતું દોડતું કુવાની પાસે આવેલ પાણીના મશીનના ૧૦થી ૧૫ ફૂટ ઊંડા ખાડામાં પડ્યું હતું.જ્યારે અન્ય એક બચ્ચું  જંગલ તરફ ભાગી ગયું હોવાનું લોક ચર્ચા દ્વારા જાણવા મળ્યું હતું.જે દીપડી દોડતી દોડતી બામણીયા ફળિયામાં આવી પહોંચી હતી.જ્યાં સ્થાનિક લોકોએ  હુરિયો બોલાવતા આ દીપડી બાબુભાઈ બામણીયાના ઘરમાં ઘૂસી ગઈ હતી.ઘરમાં મહિલાઓ જમવાનું બનાવતી હતી.દીપડી ઘરમાં ઘૂસતાની સાથે આ મહિલાઓ અન્ય દરવાજાથી બહાર નીકળી ગઈ હતી.અને મકાનને બંને બાજુથી બંધ કરી દીધું હતું અને તાત્કાલિક અસરથી ગરબાડા વનવિભાગને ઘટનાની જાણ કરાતા ગરબાડા આર.એફ.ઓ એમ એલ બારીયા વાસિયા ડુંગરી આર.એફ.ઓ  એમ કે પરમાર મદદનીશ વનસંરક્ષક ઋષિરાજ પુવાર તથા 20 જેટલો સ્ટાફ અને વોચમેન મળી 30 થી 35 માણસ નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર હકીકત જાણ્યા બાદ મદદનીશ વનસંરક્ષક ઋષિરાજ પુવારના માર્ગદર્શન હેઠળ રાત્રિના સમયે દીપડી અને તેના બચ્ચાને રેસ્ક્યુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેથી કરી દીપડી તેના બચ્ચાને મળી શકે અગમચેતીના ભાગરૂપે વન વિભાગની ટીમ દ્વારા પાંજરૂ નાખી નેટ પ્રોટેક્શન જાળી સહિતની તમામ વસ્તુઓ મંગાવી દેવામાં આવી હતી અને દિવસભર સમગ્ર વિસ્તારમાં સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી

માતા દીપડીને તેના બાળકોના મેળાપ કરાવવા માટે રાત્રિના સમયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાશે:-ગરબાડા આર.એફ.ઓ (એમ.એલ બારીયા)

બનતી કોશિશ દીપડી અને તેના બચ્ચા નો સહી-સલામત એકબીજા સાથે ભેટો થઈ જાય તે માટે રાત્રિના સમયે દીપડી અને તેના બચ્ચાને રેસ્ક્યુ કરવામાં આવશે જેથી કરી બે બચ્ચા અને તેની માતા એકબીજાને મળી શકે

Share This Article