દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં જમાતમાં ગયેલા ૮ વ્યક્તિઓને કોરનટાઈન કરવામાં આવ્યા.
દે.બારીયા તા.11
દેવગઢબારિયા નગરમાં મહારાષ્ટ્ર સરકાર ની પરવાનગી લઈને જાન્યુઆરી મહિનામાં જમાત ગયેલ ૮ (આઠ) વ્યક્તિઓ સહિત ગાડીના ડ્રાઇવરને સોલાપુર જિલ્લામાંથી દેવગઢ બારિયા તેમના વતન આવ્યા છે.ત્યારે વહીવટી તંત્ર એ તેઓને મોડેલ સ્કૂલ માં કોરનટાઈન કરવામાં આવ્યા છે. તમામ લોકોનું મહારાષ્ટ્રમાં આરોગ્ય તપાસ થઈ. દેવગઢ બારીયા આવ્યા ત્યારે દેવગઢબારિયા પ્રાંત અધિકારી શ્રી, પી. આઇ શ્રી તથા આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરી હતી.