દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં બાયપાસ રસ્તા થી અંદર આવવા માટે નો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો.

Editor Dahod Live
2 Min Read

સુમિત વણઝારા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં બાયપાસ રસ્તા થી અંદર આવવા માટે નો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો.

 

વારંવાર વિવાદમાં આવતો રસ્તો લીમડી બાયપાસ રોડ થી અંદર આવવા માટે નો રસ્તો 

ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીકથી પસાર થતો હાઇવે – બાયપાસ રસ્તા થી લીમડી ગામમાં અંદર આવવા માટે ના રસ્તામાં મોટા ગાબડા પડયા જેમાં આ રોડ પર વાહન ચાલકો ને ભારી હાલાકી જોવા મળી રહી છે. જેમાં જણાવવામાં આવે છે કે આ રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી કોઈ પણ પ્રકારની રસ્તા ને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી નથી. તેમજ લીમડી બાયપાસ નજીક ટોલનાકાના ને અડીને આવેલ લીમડી ગામ તરફ જવા માટે આ રસ્તો છે. આ રસ્તા ઉપર છેલ્લા ૭ થી ૮ મહીના સુધી પાણીની પાઈપલાઈન લીકેજ જોવા મળી રહી છે ત્યાં સુધી તંત્ર દ્વારા આ સમસ્યાને લઇને કોઇ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેમાં આજુબાજુ ના લોકોનો સંપર્ક સાધતાં કહેવામાં આવ્યું છે કે આ રસ્તા ઉપર મોટા ભાગના વાહનોની અવરજવર ચાલતી રહે છે. તેમજ અનેકવાર મોટરસાયકલ પર મુસાફરી દરમિયાન આ જગ્યા પર ખાડાઓને લીધે અકસ્માત જેવી ઘટનાઓ પણ વધારે જોવા મળે છે. ત્યાં સુધી તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની રસ્તાઓને લઇને કામગીરી કરવામાં આવતી નથી તો, શું આવી રીતે આ રસ્તાઓ રહેશે? , શું તંત્ર દ્વારા રસ્તા ને લગતી કોઈ કામગીરી કરવામાં આવશે કે નહીં? તેમજ રસ્તાઓને લઇને અનેક સવાલો ઉભા થયા છે

જેમાં તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું.

 

બાઈટ :- સિરિશ બામણીયા

Share This Article