
સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના રાજપુર ગામે ટ્રક અને રેંકડા વચ્ચે અકસ્માત:બેના મોત..
ઝાલોદ-ફતેપુરા માર્ગ પર રાજપુર ગામે બન્યો અકસ્માત…
અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓ રાજપુર, અને ગરાડું ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું..
અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકીને ફરાર:સ્થાનિક પોલીસ તપાસમાં જોતરાઈ…
ઝાલોદ તાલુકાના રાજપુર ગામે ગતરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા પામ્યો હતો.જેમાં ટ્રક અને રેંકડા વચ્ચે જોરદાર અથડામણ થતા બે વ્યક્તિઓના મૃત્યુ થવા પામ્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રાજપૂર ગામે ઝાલોદ ફતેપુરા માર્ગ પર ગતરોજ એક ટ્રક તેમજ રેંકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે જેમાં એક વ્યક્તિ રાજપુર ગામ નો તેમજ બીજો વ્યક્તિ ગરાડુ ગામનો હોવાનું સામે આવ્યું છે. જોકે અકસ્માત બાદ ચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકીને ભાગી જવામાં સફળ રહ્યો છે.જયારે ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે બનાવ સંબંધે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.