ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી પોલીસે એક ફોરવીલર ગાડીમાંથી 1.15 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપી જેલભેગો કર્યો,અન્ય એક ફરાર

Editor Dahod Live
2 Min Read

સુમિત વણઝારા :- લીમડી 

ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે પોલીસે એક ફોર વીલર ગાડીમાં સવા લાખ રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, અન્ય એક ફરાર

 પોલીસે વિદેશી દારૂના જથ્થા રોબર્ટ મોબાઈલ ફોન મળી 2.86 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરફેરમાં સામે ઘણા લોકો સામે ગુનો નોંધ્યો…

દાહોદ તા.17

ઝાલોદ તાલુકાના જુના ચાકલીયા ગામેથી પોલીસે વોચ દરમિયાન ફોરવીલર ગાડી માંથી સવા લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી જેલભેગો કર્યો છે. જયારે એક ઈસમ પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ ફોરવીલ ગાડી મળી કુલ 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ત્રણ ઈસમો વિરૂધ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના મલવાસી ગામના તળાવ ફળિયાના રહેવાસી ચંદુભાઈ ડામોર તેમજ તેમજ તેનો સગીરત ટવેરા ગાડીમાં રાજસ્થાન બાસવાડા જિલ્લાના સજ્જન ગઢ ખાતે ના રહેવાસી માનસિંગભાઈ હઠીલાબેન મુનિયા ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી ઝાલોદ તાલુકાના વખતપુરા ગામે નિલેશભાઈ મનસુખભાઈ હાંડાને પહોંચાડવા જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં જુના ચાકલીયા ગામના ડુમખેડા ફળિયા માંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પોલીસે વોચ દરમિયાન ટવેરા ગાડીને ઉભી રાખતા ભયલુ નામક ઈસમ પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો. જયારે ચંદુભાઈ ડામોરને પોલીસે પકડી ટવેરા ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, બિયરની 1,20 લાખ કિંમતની 50 પેટીઓમાં 1200 બોટલો મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને તલાશી દરમિયાન વિદેશી દારૂ 4,000 રૂપિયાના બે મોબાઈલ,12,000 ની રોકડ તેમજ 1.50 લાખ રૂપિયાના ટવેરા ગાડી મળી કુલ 2,86 લાખના મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે

Share This Article