સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ પરથી પોલીસે નાકાબંધી દરમિયાન 3.42 લાખના દેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક ને દબોચ્યો:એક ફરાર
ઝાલોદ પોલીસે વિદેશી દારૂની હેરફેરમાં સામે ત્રણ ઈસમો સામે ગુનો નોંધ્યો..
દાહોદ તા.03
ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ પરથી પોલીસે નાકાબંધી દરમિયાન ફોર વિલર ગાડીમાં લઈ જવાતો 3.42 લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.જયારે એક ઈસમ પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસે વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ત્રણ ઈસમો સામે પ્રોહીબીશન નો ગુનો દાખલ કરયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના વલ્લભનગર માલવી ગામના રહેવાસી દેવીલાલ દિલચંદ ડાંગી કમલેશ ગાયરી તેમજ પ્રકાશ નામનો ઈસમ પોતાના કબ્જા હેઠળની GJ-05-JH-0881 નંબરની ફોર વિલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા આપવા માટે જઈ રહ્યા હતા.તે સમયે રસ્તામાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલી રાજસ્થાન ગુજરાત ધાવડિયા ચેકપોસ્ટ પર પોલીસે નાકાબંધી દરમિયાન ફોરવિલર ગાડીને રોકતા કમલેશ ગાયરી પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.જયારે દેવીલાલ દિલચંદ ડાંગીને પોલીસે ઝડપી લીધો હતો.ત્યારબાદ પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 142 બોટલો મળી 42,834 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે 3,00,000 રૂપિયાની ગાડી તેમજ વિદેશી દારૂ મળી કુલ 3,42,834 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરફેરમાં સામેલ ત્રણ ઈસમો વિરુદ્ધ પ્રોહીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.