Friday, 14/03/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના પટીસરામાં બાવન વર્ષીય આઘેડની લાશ નજીકના કૂવામાંથી મળી આવતા ચકચાર.

July 16, 2021
        2047
ફતેપુરા તાલુકાના પટીસરામાં બાવન વર્ષીય આઘેડની લાશ નજીકના કૂવામાંથી મળી આવતા ચકચાર.

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના પટીસરામાં બાવન વર્ષીય આઘેડની લાશ નજીકના કૂવામાંથી મળી આવતા ચકચાર.

 મૃતક આઘેડ ગતરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પગ લપસતા અકસ્માતે કુવામાં પડતા વધુ પાણી પી જવાથી મોત નીપજયું હોવાની અને તે દશેક માસથી અસ્થિર મગજનો હોવાની પોલીસ ચોપડે નોંધ.

  મૃતકના માથામાં ઇજાના નિશાન અને પહેરેલ કપડા કુવાની કિનારી ઉપરથી મળી આવ્યા હોવાની સ્થાનિક લોકોમાં થતી ચર્ચા.

  ( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૬ 

 ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાંથી સમયાંતરે કુવાઓ માંથી લાશો મળી આવવાના બનાવોનો સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે. જેમાં આજરોજ પટીસરા ગામેથી એક આશરે બાવન વર્ષીય આધેડની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.મૃતક આઘેડ ગતરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા બાદ સમય થતા ઘરે પરત નહીં ફરતા તેની શોધખોળ કરવામાં આવી હતી.તે દરમિયાન મૃતકના કપડા કુવાની કિનાર ઉપરથી મળી આવતા આસપાસમાંથી દોડી આવેલા લોકોને શક જતા મોટરથી કુવાનું પાણી ખાલી કરતા કૂવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પાણી હોવાનું જાણવા મળે છે.

       જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના પટીસરા ગામના નવાઘરા ફળિયામાં રહેતા મંગળા ભાઈ ગવલાભાઈ ગરાસીયા ઉ.વ. આશરે ૫૨. નાઓ ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવતા હતા જેઓ ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ મંગળા ભાઈ સમય થવા છતાં પરત ઘરે નહીં આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ક્યારે મંગળાભાઈએ શરીર ઉપર પહેરેલ કપડા તેમના કુવાની કિનારી ઉપર પડેલા જોવા મળ્યા હતા.જ્યારે કૂવામાં પાણીની ઊંડાઈ વધુ હોય ગતરાત્રીના આ કુવામાંથી મોટરો દ્વારા પાણી બહાર કાઢતા કૂવાની અંદર મંગળાભાઈની લાશ પડેલી હોવાનું જોવા મળતા ઘરના સભ્યોમાં રોકકળ મચી જવા પામી હતી.લાશને જોતા માથામાં વાગેલાનુ નિશાન જોવા મળ્યું હતું પરંતુ અકસ્માતે પડતા સમયે કુવાની ધસ વાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.ત્યારબાદ આ સંબંધે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

       વધુમાં સ્થાનિક લોકો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ મૃતક દારૂનો વ્યસની હતો.પરંતુ તે માનસિક અસ્થિર નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે સુખસર પોલીસ સ્ટેશનમાં થયેલ નોંધ મુજબ મૃતકનું છેલ્લા દશેક માસથી અસ્થિર મગજ હોવાનું અને તે અકસ્માતે કૂવામાં પડતા કુવાનું વધુ પાણી પી જવાથી મોત નિપજયુ હોવા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

     ઉપરોકત બનાવ સંબંધે મૃતક મંગળાભાઈના ભાઈ રવજીભાઈ ગવલાભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા લાશના પંચનામા બાદ લાશનું સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

  સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા દસેક વર્ષમાં પાંચેક ડઝન જેટલી કુવાઓ તથા બિનવારસી શંકાસ્પદ હાલતમાં લાશો આવેલી છે: ટૂંક સમયમાં આ બાબતે હાઇકોર્ટમાં રિટ દાખલ થવાની સંભાવના

     ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ૪૫ જેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.જેમાં વર્ષ -૨૦૧૧ થી હાલ સુધીમાં ૫૮ જેટલી કૂવાઓ માંથી તેમજ બિનવારસી શંકાસ્પદ હાલતમાં અને તેમાં કેટલીક લાશો મોત નીપજાવી ફેંકવા આવેલ હોવાનું એક બિનવારસી છોડી દેવામાં આવી હોવા બાબતના પી.એમ રિપોર્ટ આવેલ હોવા છતાં તે બાબતે આજ દિન સુધી કોઇ તપાસ થયેલ નથી કે તેમાં સંડોવાયેલા ઇસમો સુધી પોલીસ પહોંચી શકી નથી.જ્યારે બીજી બાજુ સુખસર પોલીસ હદ વિસ્તારમાં સમયાંતરે કુવાઓ માંથી લાશો મળી આવવાના બનાવો વધતા જઈ રહ્યા છે.જોકે કુવાઓ માંથી લાશો મળી આવવાના તમામ બનાવો હત્યાના ન પણ હોઇ શકે પરંતુ જે બનાવોમાં પોસમોટમ રિપોર્ટ અનુસાર હત્યા કરી લાશ ફેંકવામાં આવી હોય તેવા બનાવો પણ અભરાઈએ ચઢી જતા હોય છે.જેના લીધે હત્યારાઓને પ્રોત્સાહન મળતા સમયાંતરે કુવાઓ માંથી લાશો મળી આવવાના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે સુખસર પોલીસ હદ વિસ્તાર માંથી વર્ષ-૨૦૧૧ થી વર્ષ-૨૦૨૧ સુધીમાં કુવાઓમાંથી તેમજ બિનવારસી શંકાસ્પદ હાલતમાં મળેલ લાશો સંદર્ભે ટૂંક સમયમાં હાઇકોર્ટમાં રિટ દાખલ થનાર હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!