સુખસરમાં ગુરુ રવિદાસ જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ..
ગુજરાત રાજ્ય કૃષિ અને પશુપાલન મંત્રી રમેશભાઈ કટારાએ સંત રોહીદાસની છબી ઉપર ફુલ વર્ષા સાથે દર્શન કરી ધન્યતા અનુભવી
બાબૂ સોલંકી સુખસર
સુખસર.તા.2
સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે 1 જાન્યુઆરી 2026 નારોજ આસપુર ચોકડી દયાળુ હનુમાનજી મંદિર ખાતે તમામ સમાજના સભ્યોએ ઉપસ્થિત રહી સંત શિરોમણી રવિદાસ મહારાજની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.તેમજ ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રમેશભાઈ કટારાએ પણ હાજર રહી સંત રવિદાસ મહારાજની છબી ઉપર ફુલ વર્ષા કરી ધન્યતા અનુભવી હતી.તેમજ સુખસર ગામમાં શોભાયાત્રામાં તમામ સમાજના સભ્યોએ હાજર રહ્યા હતા. અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઉપસ્થિત લોકો દ્વારા આરતી બાદ હનુમાનજી મંદિરથી સંત રોહીદાસની વાજતે ગાજતે શોભાયાત્રા સુખસર નગરમા પસાર થઈ હતી.અને સુખસરેશ્ર્વર મહાદેવ મંદિર ખાતેથી મંદિરથી પસાર થઈ પરત આસપુર ચોકડી દયાળુ હનુમાનજી મંદિર ખાતે આવી હતી.જ્યારે સાંજના સમયે તમામ સમાજના લોકોએ હાજર રહી મહાપ્રસાદીનો લાભ લઈ સમરસતાનો દાખલો બેસાડ્યો હતો.

અહીંયા જણાવવું જરૂરી છે કે,દર વર્ષે માધ પૂર્ણિમાના દિવસે રવિદાસ જયંતિ ઉજવવામાં આવે છે.જેને અનુલક્ષીને ચાલુ વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ સુખસર ખાતે સંત રવિદાસ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ગુરુ રવિદાસ જયંતિએ રવિદાસના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવતો એક મુખ્ય તહેવાર છે.જે 15 મી સદીના સંત,કવિ અને સમાજ સુધારક જેમણે સમાનતા,માનવ ગૌરવ અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર કર્યો હતો. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા.તેઓ ભક્તિ કાલીન સંત અને મહાન સમાજ સુધારક હતા.તેમની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે.અને ભજન અને કીર્તન ગાઇને તેમને યાદ કરવામાં આવે છે.તેઓ સંત રવિદાસ,ગુરુ રવિદાસ,રૈદાસ અને રોહીદાસ જેવા ઘણા નામોથી જાણીતા છે.સંત રવિદાસે લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના એકબીજાને પ્રેમ કરવાનું સમજાવ્યું હતું.
