Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં ઉત્સાહભેર હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરતા નવ યુવાનો.

March 6, 2023
        1060
ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં ઉત્સાહભેર હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરતા નવ યુવાનો.

બાબુ સોલંકી :-સુખસર

ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં ઉત્સાહભેર હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરતા નવ યુવાનો.

સરસવા પુર્વના નવ યુવાનો દ્વારા ગામના વડીલોને ધોતી અર્પણ કરી ગ્રામજનોને શુભેચ્છા પાઠવી.

ગામના સ્થાનિક યુવાનોએ રેલી રૂપે પ્રચાર પ્રસાર કરી સમાજમાં રહેલા દુષણ સમાન દહેજ,અપ્રમાણ સરના દાગીના,ડી.જે નો ઉપયોગ,દારૂના વ્યસન ઉપર અંકુશ લાવવા આહવાન કરાયુ.

સુખસર,તા.06

ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં ઉત્સાહભેર હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરતા નવ યુવાનો.

 

સમયની સાથે પરિવર્તન જરૂરી છે.ત્યારે જુનવણી પરંપરા અને રિવાજોને તિલાંજલી આપી જમાના પ્રમાણે આગળ આવશ્યક છે.ત્યારે ખાસ કરીને નવ યુવાનો દ્વારા પહેલ કરી સમયની સાથે ડગ માંડવા પ્રજામાં જાગૃતિ લાવી આધોગતિ તરફ ધકેલાતા સમાજને સાચો રાહ બતાવી સામાજિક સ્તરને ઊંચે લાવવા સહભાગી થવું તે આવકારદાયક છે. અને તેવી જ રીતે ફતેપુરા તાલુકાના સરસવા પુર્વ ગામના નવ યુવાનો દ્વારા સામાજિક ઉત્થાન માટે પહેલ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સામાજિક પહેલનું સફળ સંચાલન સરસવા પૂર્વના જાગૃત નાગરિક મગનભાઈ ચંદાણા દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

   જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામના નવ યુવાનો દ્વારા હોળી પર્વ નિમિત્તે એક અનોખી રીતે પહેલ કરી હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.તેમાં અંબાજીથી ઉમરગામ સુધીના સમસ્ત આદિવાસી સમુદાયનો મહત્વનો ઉત્સવ ગણાતા હોળી પર્વના સમયે સરસ્વા પૂર્વ ગામના નવ યુવાનોએ પોતાના ગામની પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખવાનું બીડું ઝડપ્યુ છે.તેમજ આ યુવાનોને સતત પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડતા ગામના તમામ વડીલો કે જેઓ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ધોતી પહેરતા આવેલ છે તેવા વડીલોને સરસવા પૂર્વ ગામના નવ યુવાનો દ્વારા ધોતી અર્પણ કરી હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરી ગ્રામજનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

          સાથે-સાથે નવયુવાનોએ સમાજમાં રહેલા દુષણ સામાન રિવાજોને નામે ઘર કરી ગયેલા કુરિવાજો ને દૂર કરવા ભીલ સમાજ પંચ દાહોદ,પંચમહાલ તથા મહીસાગર દ્વારા તારીખ- 26/02/2023 ના રોજ બહાર પાડવામાં આવેલ લગ્ન બંધારણને ધ્યાને લેતા દહેજ પ્રથા, અપ્રમાણ સરના દાગીના,દારૂનુ સેવન તથા ડી.જે વગાડવા ઉપર અંકુશ લાવવા ગામમાં રેલી સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.તેમ જ સામાજિક પ્રસંગોમાં થતા વધારાના ખર્ચાઓ ઉપર અંકુશ આવે તે માટે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સરસવાપૂર્વના તમામ ગ્રામજનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.ગામના નવ યુવાનોએ સામાજિક પરંપરાને હરણફાળ ભરી રહેલી 21મી સદી સાથે તાલમેલ મિલાવવા જે બીડુ ઝડપ્યુ છે તેના માટે ગ્રામજનોએ પણ સારો પ્રતિસાદ આપ્યો હતો.તેમજ સામાજિક રીત રિવાજ ના બંધારણ પ્રમાણે સમગ્ર આદિવાસી સમાજે સાથે મળીને સુધાર લાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમથી ગામમાં આર્થિક અને સામાજિક રીતે ગ્રામજનોનો વિકાસ થશે તેવા અણસાર જણાતા સરસ્વા પૂર્વ સહિત વિસ્તારમાં ખુશીની લહેર ફરી વળી હોવાનું જાણવા મળે છે.અને આવી પહેલ અન્ય ગામડાઓ કરે તેવું આદિવાસી યુવક મંડળ સરસવા પૂર્વના નવ યુવાનો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!