સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે બહેનના ફોટા સોશિયલ મીડિયામાં ન મૂકવા ટકોર કરતા ત્રણ ઈસમો યુવતીના ભાઈ સહીત બે પર તૂટી પડ્યા..

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ

 

સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે બહેનના ફોટા સોશિયલ મીડિયામાં ન મૂકવા ટકોર કરતા ત્રણ ઈસમો યુવતીના ભાઈ સહીત બે પર તૂટી પડ્યા..

 

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વાલોગાટા ગામે ભાઈએ પોતાની બહેનના ફોટો સોશ્યલ મીડીયામાં મુકવાની ના પાડતા ત્રણ યુવકો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં . યુવતીના ભાઈ સહિત બે વ્યકિતઓને લોખંડની ટોમી વડે અને ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી . તેમજ આ ત્રણ યુવકોએ ગાડીના કાચ તોડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું . જેથી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પંચમહાલ જિલ્લાના મોરવા ( હ ) તાલુકામાં વંદેલી ગામે ચાદણી ફળિયામાં રહેતાં કિશોર રાજેશભાઈ બારીયાએ સીંગવડ તાલુકાના વાલોગાટા ગામે રહેતાં પ્રવિણ પ્રતાપભાઈ ડામોર , ભરતસિંહ છત્રસિંહ ડામોર અને વિશાલ કનુભાઈ ડામોરનાને પોતાની બહેનના ફોટા સોશ્યલ મીડિયામાં મુકવાની ના પાડી હતી . આ મામલે તેઓને સમજાવવા છતાં ત્રણેય યુવકો એકદમ ઉશ્કેરાયાં હતાં અને કિશોર અને તેમની સાથેના અણીતને લોખંડની ટોમી વડે તેમજ ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી . તેમજ ગાડીના કાચ તોડી નાંખી નુકસાન પહોંચાડયું હતું . આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આ સંબંધે ઈજાગ્રસ્ત કિશોર રાજેશભાઈ બારીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

Share This Article