મોરવાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ને મંત્રી પદેથી દૂર કરવા સીંગવડ ના આદિવાસી પરિવાર દ્વારા આવેદનપત્ર..

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

મોરવાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ને મંત્રી પદેથી દૂર કરવા સીંગવડ ના આદિવાસી પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું 

 મોરવા હડપ ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર જેવો ખોટા આદિજાતિના પ્રમાણપત્ર ને લઈને વિવાદોમાં ઘેરાયેલા હોય તેવા સંજોગોમાં ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી બનાવવા તથા તેમને જે આદિજાતિ મંત્રી નો મંત્રાલય સોંપવામાં આવ્યું છે તે ખરેખર નહિ અપાય તેવું આદિવાસી સમાજ નો માનવું છે તેમ છતાં નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી બનાવતી સમગ્ર આદિવાસી સમાજની લાગણીને  ઠેસ પહોંચી હોય જેના લીધે  ધારાસભ્યની નિમિષાબેન સુથાર ની વિરોધ માં હાઇકોર્ટમાં અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી તેમને તાત્કાલિક રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી માંથી દૂર કરવામાં આવે તેવી  સિંગવડ તાલુકા ના આદિવાસી પરિવાર દ્વારા સીંગવડ મામલતદાર કચેરીએ મામલતદાર શ્રી ને બધા આદિવાસી પરિવાર ભેગા મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું     

Share This Article