કલ્પેશ શાહ: સીંગવડ
સીંગવડના પસાયતા ગામે અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું મોત, પરિવારજનોમાં માતમ.
સીંગવડ તા.19
સિંગવડ તાલુકાના પસાયતા ગામે બાઈક સવારને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.સિંગવડ તાલુકાના પસાયતા ગામે સાંજના છ થી સાત ના વચ્ચે કોઈ અજાણ્યા વાહન દ્વારા એક મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા થોડેક સુધી ઘસડી લઈ ગયા હતો અને ત્યાર પછી તે મોટરસાયકલ ચાલક નું સ્થળ પર કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.જ્યારે તેની જાણ આજુબાજુના લોકોને થતા તેમને તાત્કાલિક સ્થળ પર આવી તે એકસીડન્ટ થયેલા વ્યક્તિને જોયો હતો જ્યારે આજુબાજુ ભેગા થયેલા વ્યક્તિઓ દ્વારા તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી અને સાથે સાથે રણધીપુર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જાણ તથા ની સાથે 108 તથા રણધીપુર પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યારે 108 ના ડોક્ટરે તપાસ કરતા તે વ્યક્તિ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિને પોસ્ટમોર્ટમ માટે સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો અને જે વાહનથી એક્સિડન્ટ થયો તેની રણધીપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી