Sunday, 08/09/2024
Dark Mode

લુણાવાડા થી નીકળેલા વિશાલ પાટીલે સામેથી મિત્ર હર્ષિલ ને મળવા માટે મોતને આમંત્રણ આપ્યું હતું..મહીસાગર પોલીસે ૧૨ કલાકમાં જ બેન્ક મેનેજર વિશાલ પાટીલની હત્યા અને ૧.૧૮ કરોડ રૂ! ની લૂંટના ગુનામાં બેવફા મિત્ર હર્ષિલ પટેલની ધરપકડ કરી..

October 5, 2023
        782
લુણાવાડા થી નીકળેલા વિશાલ પાટીલે સામેથી મિત્ર હર્ષિલ ને મળવા માટે મોતને આમંત્રણ આપ્યું હતું..મહીસાગર પોલીસે ૧૨ કલાકમાં જ બેન્ક મેનેજર વિશાલ પાટીલની હત્યા અને ૧.૧૮ કરોડ રૂ! ની લૂંટના ગુનામાં બેવફા મિત્ર હર્ષિલ પટેલની ધરપકડ કરી..

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

લુણાવાડા થી નીકળેલા વિશાલ પાટીલે સામેથી મિત્ર હર્ષિલ ને મળવા માટે મોતને આમંત્રણ આપ્યું હતું..

મહીસાગર પોલીસે ૧૨ કલાકમાં જ બેન્ક મેનેજર વિશાલ પાટીલની હત્યા અને ૧.૧૮ કરોડ રૂ! ની લૂંટના ગુનામાં બેવફા મિત્ર હર્ષિલ પટેલની ધરપકડ કરી..

લુથ વિથ મર્ડર ના ગુનામાં રિવોલ્વર અને ૧.૧૮ કરોડ રૂ!ની કેસ રિકવર કરાઇ..

હર્ષિલ ભલે પોતાને શેર બજારનો કિંગ કહે પરંતુ શરાબ અને ડ્રગ્સની ખેપોનું પાયલોટિંગ કરતો હોવાની સ્ફોટક ચર્ચાઓ…

બેંક મેનેજર વિશાલના હત્યારાનો નાતો દાહોદના મોટા ગજાના રાજકારણી સાથે હોવાની ચર્ચાઓ

દાહોદ તા 05

લુણાવાડા થી નીકળેલા વિશાલ પાટીલે સામેથી મિત્ર હર્ષિલ ને મળવા માટે મોતને આમંત્રણ આપ્યું હતું..મહીસાગર પોલીસે ૧૨ કલાકમાં જ બેન્ક મેનેજર વિશાલ પાટીલની હત્યા અને ૧.૧૮ કરોડ રૂ! ની લૂંટના ગુનામાં બેવફા મિત્ર હર્ષિલ પટેલની ધરપકડ કરી..

સંતરામપુરના ગોધર પાસે એક બિનવારસી કાર સળગાવી દેવાના અને બાલાસિનોર આઈ.સી.આઈ.સી બેંકના વિશાલ પાટીલ અને દાહોદ બ્રાન્ચમાં જમા કરાવવાના 1.18 કરોડ રૂપિયાની રોકડ કેશ ગાયબ હોવાના ચોકાવનારા બનાવ સાથે મહીસાગર પોલીસ તંત્રની તપાસ ટીમો દ્વારા શરૂ કરવામાં આવેલા તપાસોના ધમધમાટમાં ગત મોડી રાત્રે બેંક મેનેજર વિશાલ પાટીલની ગોળી મારીને હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા આ લૂટ વિથ મર્ડરના ગુનાને અન્ય કોઈ નહિ પરંતુ બેંક મેનેજર વિશાલ પાટીલના ખાસ મિત્ર ગોઠીબ ગામના લબર મૂછીયા મિત્ર હર્ષિલ પટેલે અંજામ આપ્યો હોવાની સનસનાટી ભરી વિગતો સાથે મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ હત્યારા હર્ષિલ પટેલને બે નકાબ કરીને આપી હતી એમાં બેંક મેનેજર વિશાલ પાટીલના લમણે રિવોલ્વર ટેકવીને કરાયેલા હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલી રિવોલ્વર અને લૂંટ કરેલા તમામ 1.18 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતુ.જોકે સંતરામપુરના ગોધર ગામ પાસે મંગળવારની મોડી રાત્રે એક બિન વારસી ક્રેટા કાર ભડભડ સળગતી હોવાના ચોકાવનારા બનાવ સાથે ગોધરા રેન્જ.આઈ.જી.રાજેન્દ્ર.અસારી અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ અનેક શંકા-કુશંકાઓ સાથે સર્ચ ઓપરેશનનો મોરચો સંભાળી લઈને એલ.સી.બી.એસ.ઓ.જી શાખાની ટીમો સમેત પોલીસ તંત્રની ટીમો તપાસના મેદાનમાં ઉતરી હતી. એમાં અગાઉથી કાળા રંગની નંબર વગરની થાર ગાડી સાથે રહેલા ગોઠીબ ગામના લબર મુછીયા અંદાજે 21 વર્ષના હર્ષિલ ધર્મેન્દ્રભાઈ પટેલની સતત પુછપરછો અને વ્યાપક સર્ચ ઓપરેશન વચ્ચે ગત મોડી રાત્રે હત્યા કરેલ બેંક મેનેજર વિશાલ પાટીલનો મૃતદેહ કડાણા રોડ તરફ જતા ડાહ્યાપુરા ગામ પાસે રોડની બાજુમાં કેનાલ માંથી મળી આવ્યા બાદ આ લૂંટ વિથ મર્ડરના માસ્ટર માઈન્ડ હર્ષિલ પટેલના કરતુંતોનો પર્દાફાશ થતા ખુદ મહીસાગર પોલીસ તંત્ર પણ ચોકી ઉઠી હતી. એટલે કે લુણાવાડામાં પુત્રને મળીને રવાના થયેલા બેંક મેનેજર વિશાલ પાટીલે ખુદ હત્યારા મિત્ર હર્ષિલ પટેલને હું આવી રહ્યો છું અને આપણે મળીએ જણાવીને મોતને આમંત્રણ આપ્યું હતું અને રાત્રિના 11 વાગ્યાં સુધી સાથે રહ્યા બાદ મિત્ર હર્ષિલ પટેલે બેંક મેનેજર વિશાલ પાટીલને માથામાં ગોળી મારી હત્યા કર્યા બાદ 1.18 કરોડ રૂપિયાની લૂંટને અંજામ આપીને પોલીસને ગેરમાર્ગે દોરતા ક્રાઈમસીનના દ્રશ્યો ઊભા થયા હતા. આ અકલ્પનીય જેવી ઘટનાનો મહીસાગર પોલીસ તંત્રએ માત્ર 12 કલાકના ટૂંકા સમયગાળામાં પર્દાફાશ કરીને હત્યારા હર્ષિલ પટેલને દબોચી લીધો હતો જોકે જાણવા મળ્યા અનુસાર અનેક ગુનાઓમાં સંડોવાયેલો હત્યારા હર્ષિલ પટેલના રાજ ખુલે તેમ ચર્ચાઓ ચાલી રહી છે અને રાજકારણ સાથે પણ અનેરો નાતો ધરાવતો હોવાના પણ ખુલાસા થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જોકે હાલતો બેંક મેનેજરની હત્યા અને 1.18 કરોડની લૂંટ વિથ મર્ડરના આરોપી હર્ષિલ પટેલ પોલીસના સિકંજામાં છે અને પોલીસ તપાસમાં હજુ પણ ચોકાવનારી વિગતો બહાર આવશે તેમ જાણવા મળી રહ્યું છે

હર્ષિલ ભલે પોતાને શેર બજારનો કિંગ કહે પરંતુ શરાબ અને ડ્રગ્સની ખેપોનું પાયલોટિંગ કરતો હોવાની સ્ફોટક ચર્ચાઓ…

માતા-પિતાના શૈક્ષણિક સંસ્કારને લજવનાર લબરમુછીયો હર્ષિલ પટેલ પોતાને શેર બજારનો કિંગ ગણાવતો હતો.અને શેર બજારમાંથી લાખ્ખો રૂપિયા કમાતો હોવાના આભાસમાં વૈભવી લાઈફ સ્ટાઈલમાં મોંધીદાટ કારોમાં ફરતો હતો.પરંતુ બેંક મેનેજર વિશાલ પાટીલની ગોળી મારીને હત્યા કરીને લૂંટની ઘટનાને અંજામ આપનાર હર્ષિલ પટેલ સરહદી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી વિદેશી શરાબ ભરેલ કેટલીક ચોક્કસ ગાડીઓનું પાયલોટિંગ કરીને ખેપ મારતો હતો.અને ડ્રગ્સના કારોબારમાં પણ ઝંપલાવ્યું હોવાની સ્ફોટક ચર્ચાઓ સમાંતરે શરૂ થવા પામી છે.જો કે 21 વર્ષની વયે લાખો રૂપિયા કમાઈ લેવાના કુછંદે ચડેલા હર્ષિલ પટેલમાં રહેલી ગુનાહિત માનસિકતાની વિચારધારામાં 1.18 કરોડ રૂપિયાની લૂંટને અંજામ આપવા માટે મિત્ર વિશાલ પાટીલની એક જ ગોળી લમણામાં મારીને જે સ્ટાઇલથી હત્યા કરી આ ગુનાહિત માનસિકતા છતી કરે છે.!! જોકે ગુનાહિત વિચારધારા ધરાવનારા હર્ષિલ પટેલ વિશાલ પાટીલની હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે કાર સળગાવીને આ સિફત પૂર્વકની લૂંટ ને અંજામ આપવાની પેરવીઓની વિચારધારાઓમાં હશે. પરંતુ કોઈક અજાણ્યા સંજોગોમાંએ નિષ્ફળ ગયો હોવાની આશંકાઓ પણ છે.

બેંક મેનેજર વિશાલના હત્યારાનો નાતો દાહોદના મોટા ગજાના રાજકારણી સાથે હોવાની ચર્ચાઓ.

મહીસાગર જિલ્લાના ગોઠીબ ગામે સનસનાટી ભર્યા હત્યા કાંડનો માસ્ટર માઈન્ડ હર્ષિલ પટેલનો નાતો દાહોદના મોટા ગજાના રાજકારણી સાથે હોવાની ચર્ચાઓ જોરસોરથી જાણવા મળી છે જેમાં જાણવા મળ્યા અનુસાર હત્યારાના માતા પીતા દાહોદ જિલ્લાની એક શાળામાં નોકરી કરતા હતા અને તેમનું સંચાલન હત્યારો હર્ષિલ પટેલ કરતો હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

બેંક મેનેજર વિશાલ પાટીલના પેનલ પીએમમાં બંદૂકમાંથી છૂટેલી બુલેટ માથામાંથી રિકવર કરાઈ.

 બેંક મેનેજર વિશાલ પટેલના ગતરોજ લૂંટ વિથ મર્ડરના બનાવમાં માસ્ટર માઈન્ડ હર્ષિલ પટેલે મિત્રતા અને માનવતાને તાક પર મૂકી  પોઇન્ટ બ્લેન્ક રેન્ક થી ગોળી મારી બેંક મેનેજર વિશાલ પાટીલની હત્યા કરી દીધી હતી. જે બાદ મહીસાગર પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મરણ જનાર વિશાલ પાટીલનું વિડીયોગ્રાફી સાથે પેનલ પી. એમ કરવામાં આવ્યું હતું.પેનલ પીએમ માં સામેલ તબીબોએ હર્ષિલ પટેલની બંદૂક માંથી ફાયર થયેલી બુલેટ વિશાલ પટેલના માથામાંથી રિકવર કરી હતી..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!