
ઈલ્યાસ શેખ, સંતરામપુર
કડાણા અને સંતરામપુર તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયત વિકાસ આયોજન ( જી પી ડી પી )બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ…
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતનું ક્ષમતા વર્ધન કરીને તેઓ પોતાના ગામનું સર્વાંગી વિકાસ આયોજન બનાવે તથા તેનું અમલીકરણ કરે તે માટે વિવિધ પ્રયત્નો કરી રહી છે. 1993 માં પંચાયતી રાજ ની સંસ્થાઓને વિવિધ વિકાસના 29 વિકાસના વિષયો જેવા કે શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, કુદરતી સંસાધનોનું રક્ષણ, ખેતી, પશુપાલન,, અને તેનો વિકાસ કરવો મનરેગા જેવી યોજનાઓ દ્વારા સામૂહિક અને માલિકીની જમીનમાં જળ અને જમીન સંરક્ષણના કામો કરવા અને તેના દ્વારા ગ્રામીણ આજીવિકામાં વધારો કરવો અને સરકારની સામાજિક સુરક્ષા ની યોજનાઓનો વ્યાપ વધારીને વ્યક્તિને તેનો લાભ મળે તે માટે સંકલિત આયોજન બનાવવાનું હોય છે.
કડાણા અને સંતરામપુર તાલુકાના ગામોમાં મહીસાગર જીલ્લા પંચાયતના એક પરિપત્ર પ્રમાણે મહિલા સભા, દરેક વોર્ડમાં મીટીંગ, બાલિકાઓ સાથે મીટીંગ અને ગ્રામસભાના આયોજન દ્વારા 2023 24 માટે ગામ પંચાયત વિકાસ આયોજન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ દરેક ગામોમાં ફળિયા સ્તરે બેસીને લોકો પોતાના વિસ્તારના પ્રશ્નોની ચર્ચા કરીને તેની નોંધ બનાવીને આ પ્રશ્નોને ગ્રામ પંચાયત વિકાસ આયોજનમાં સામેલ કરવામાં આવે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે પ્રયત્નો કરી રહ્યા છે.
આ વિસ્તારમાં વર્ષોથી એફ. ઇ. એસ. સંસ્થા ભારત સરકારના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ રૂરલ ડેવલોપમેન્ટ હૈદરાબાદના સહયોગથી સ્થાનિક ગ્રામ પંચાયતોને ગ્રામ પંચાયત વિકાસ આયોજન બનાવવા માટે ની થતી વિવિધ પ્રક્રિયાઓમાં દોરવણી આપી રહી છે. ટૂંક સમયમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ પદાધિકારીઓ માટે આ વિષય ઉપર કાર્ય શાળાનું આયોજન કરવામાં આવનાર છે..