ઝાલોદ નગરમાં દેશી દારૂની ચાર ભટ્ટીઓ મળી આવી,પોલીસે 35 નંગ ખાલી પીપડા જપ્ત કર્યા…
પોલીસ તપાસ દરમિયાન માટીના માટલા દેગડા તેમજ 61 લીટર દારૂ પણ ઝડપાયો
દાહોદ તા.24
ઝાલોદ નગરના મુવાડા વિસ્તાર સ્થિત મંદીર ફળિયા પાસે આવેલા કોતરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બિન્ધાસ્તપણે ધમધમતી હતી. પોલીસે છાપો મારતાં ચાર ચાલુ ભઠ્ઠી મળી આવી હતી. ત્યારે ત્યાંથી 61 લીટર દેશી દારૂ સાથે દારૂનો વોશ ખાલી કરેલા પ્લાસ્ટિકના 35 પીપડા પણ મળી આવ્યા હતાં.
ઝાલોદ નગરના મુવાડા વિસ્તાર સ્થિત મંદીર ફળિયા પાસે આવેલા કોતરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના આધારે સવારના 10 વાગ્યાના અરસામાં પોલીસે ટીમો બનાવીને છાપો માર્યો હતો. ઘેરાબંધી કરીને દારૂ બનાવી રહેલાં ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતાં.
મુવાડા વિસ્તારમાં જ રહેતાં રામસિંગ રમણ વસૈયાની ભઠ્ઠી ઉપરથી દેગડો, માટીનું માટલુ, પાંચ ફુટ લાંબી પ્લાસ્ટિકની પાઇપ, વોશના ખાલી કરેલા 10 પીપડા અને પ્લાસ્ટિકના કેનોમાં ભરેલો 15 લીટર દેશી દારૂ મળી આવ્યુ હતું. તેવી જ રીતે નટુ દલસિંગ વસૈયાની ભઠ્ઠીથી પણ દેગડો, માટલુ, પાઇપ સાથે વોશના ખાલી 15 પીપડા ઉપરાંત કેનોમાં ભરેલો 17 લીટર દારૂ મળ્યો હતો.