
સંજેલીમાં બે ઈસમોએ બડવા દ્વારા વિધિ કરાવનાર વ્યક્તિનો અપહરણ કરી ફાર્મ હાઉસ પર બંધક બનાવી ઢોર માર માર્યો..
દાહોદ.તા.૦૧
દાહોદ જિલ્લાના સંજેલી ખાતે બડવા દ્વારા વિધિ કરાવવાના મામલે બડવાનો સંપર્ક કરી આપનાર ઈસમને મારમારી તેનું અપહરણ કરી એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખી મારમારી હાથે પગે ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.
ગોધરાના અનીફ હાજી સહીદ કબંદી તથા અબ્દુલ રજાક સહીદ કલંદરની બહેન જમીના ઉપર બાડવા દ્વારા વિધિ કરાવેલ હોવાથી આખુ ઘર બીમાર પડતાં બડવાનો કોન્ટેક્ટ કરાવી આપનાર સંજેલીના કુંભાર ફળિયામાં રહેતા મુનાફભાઈ ગનીભાઈ મોરાવાલાને અનીફ હજી કુલંદર અને અબ્દુલ રજાક કલંદરે ગાળો બોલી ફરીથી અમારા ઘરના તમામ સાણસોને સાજા કરી આપો તેમ જણાવી ફારૂક હમીદ અસલા, સલીમ કરીમ બદામ, ઈકબાલ અસલમ ચુચલા તથા અબ્દુલ રજાક કલંદરે પોતાના ફાર્મહાઉસ પર લઈ જઈ ગેરકાયદેસર અટકાયતમાં રાખી મારમારી જમણા હાથની બંને આંગળીઓ ફ્રેક્ચર કરી તથા ડાબા પગે ગેબી મારમારી ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ બંને પક્ષો દ્વારા સમાજ રાહે નિકાલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ કોઈ નિકાલ ના આવતા સંજેલી કુંભાર ફળિયામાં રહેતા મુનાફભાઈ ગનીભાઈ મોરાવાલાએ નોંધાવેલ ફરિયાદને આધારે સંજેલી પોલિસે ગોધરાના ફારૂકભાઈ હમીદભાઈ અસલા, સલીમ કરીમ બદામ સહીત કુલ છ જેટલા ઈસમો વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૬૫, ૩૪૩, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
—————-