Monday, 14/07/2025
Dark Mode

સંજેલી તાલુકામાં અજગરનું રેસ્ક્યુ કરતી વન વિભાગની ટીમ.

November 13, 2022
        606
સંજેલી તાલુકામાં અજગરનું રેસ્ક્યુ કરતી વન વિભાગની ટીમ.

 કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી તાલુકામાં અજગરનું રેસ્ક્યુ કરતી વન વિભાગની ટીમ.

સંજેલી તા.13

સંજેલી તાલુકામાં ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારો આવેલા છે ત્યારે જંગલી પ્રાણીઓ સહિતના જંગલોમાં જાનવરો નો પણ સમાવેશ થાય છે.

પાછલા કેટલાક વર્ષથી વન વિભાગની જંગલ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું તેમજ વૃક્ષોના જતન કરવાની કામગીરી લઈને જંગલોનો સારો વિકાસ થયો છે ત્યારે જંગલ વિસ્તારમાં વધારો થતા જ હાલ જંગલોમાં જંગલી પ્રાણીઓ પણ સંજેલી તાલુકામાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે સંજેલી તાલુકામાં હાલ જ કેટલીક જગ્યાઓ ઉપરથી આજગારોનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

સજેલી તાલુકાના અણીકા આઈ.ટી.આઈ ખાતેથી જ ગત મોડી રાત્રે અજગર હોવાની વાતને લઈને લોકો માં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અજગર ને જોઈ ને લોકો ગભરાઈ ગયા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા વન વિભાગના કર્મચારીઓને સંજેલી ખાતે જાણ કરતા જ સંજેલી ખાતે વન વિભાગના કર્મચારી નિલેશ કલાસવા ને માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ જે તે જગ્યા ઉપર અજગરની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ભારે જહેમત કરી અને એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં વન કર્મચારીને મળી હતી સફળતા. વન કર્મચારી દ્વારા અજગરનું રિસ્ક્યુ કરી અને તેને અન્ય સહી સલામત જંગલમાં છોડી મૂકવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું સ્થાનિકોએ અજગરનું રેસક્યુ થઈ જતા રાહતનો શ્વાસ લીધો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!