સંજેલી:વિકૃત માનસિકતા ધરાવતા યુવકે તેના મિત્રની મદદથી યુવતીનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી ફોટો વાયરલ કર્યા..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

સંજેલી:વિકૃત માનસિકતા ધરાવતા યુવકે તેના મિત્રની મદદથી યુવતીનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી ફોટો વાયરલ કર્યા..

સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કર્યા બાદ યુવતીનો પીછો કરી યુવતીના ભાઈ તમારા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી..

સંજેલી તા.22

સંજેલી તાલુકામાં એક વિકૃત માનસિકતા ધરાવતા ઈસમે તેના એક મિત્રની મદદથી એક યુવતીનો સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી તેણીનો પીછો કરી તેના ભાઈને તેમજ પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું સામે આવ્યું છે

ઝાલોદ તાલુકાના વાંકોલ ગામનો દીવાનભાઈ સામાભાઈ ડામોરે સંજેલી ગામની યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ વિકૃત માનસિકતા ધરાવતા આ યુવકે તેના મિત્રની મદદથી સોશિયલ મીડિયામાં યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી યુવતીના ફોટા ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, youtube જેવા પ્લેટફાર્મ પર અપલોડ કર્યા હતા.ત્યારબાદ આ યુવકે યુવતીનો પીછો કરી તેને રસ્તામાં અટકાવી તેના ભાઈ તેમજ તેના પિતાને જાનથીમારી નાખવાની ધાક ધમકીઓ આપી ભાગી ગયો હતો.

ઉપરોક્ત બનાવ સંદર્ભે ભોગ બનનાર યુવતીએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંજેલી પોલીસે યુવક અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે

Share This Article