
ગૌરવ પટેલ :- લીમખેડા
તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ લીમખેડામાં ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી.
લીમખેડા તા.05
5મી સપ્ટેમ્બર નો દિવસ તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ માં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે શાળા માં ભણાવવા અને શૈક્ષણિક કાર્ય કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આજ ના ડિજિટલ શિક્ષણ માં વિદ્યાર્થીઓ એ સ્માર્ટ બોર્ડ ની મદદ થી વિદ્યાર્થીઓ ને અલગ અલગ વિષયો પર સમજણ આપી હતી અને એક શિક્ષક તરીકે ની ભૂમિકા ભજવી હતી.સાથે જ દરેક વિદ્યાર્થીઓ એ પોતાના ટીચર મેં શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ શ્રીમાન ચિરાગભાઈ શાહ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલ દરેક શિક્ષકો ને તથા વિદ્યાર્થીઓ ને ટીચર્સ ડે ની શુભકામનાઓ પાઠવી હતી.