
ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભાનું તત્કાલ ધોરણે આયોજન કરાયું
લીમખેડા તા.01
લીમખેડા તાલુકાની પાલ્લી પ્રા. શાળા ખાતે લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની તાકીદે એક કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલુભાઈ ડામોરના અધ્યક્ષ સ્થાને આ બેઠક બોલાવવામાં આવી જેમાં
રાજ્ય ,જિલ્લા,તાલુકાના કારોબારી સભ્યો તથા લીમખેડા તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .જેમાં દાહોદ જિલ્લા પ્રા. શિક્ષક ના આદેશ અનુસાર જૂની પેંશન યોજના અને બીજા ૧૪ જેટલા પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી .
-> આગામી ૩જી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ દાહોદ જિલ્લા કક્ષાએ રેલી અને કલેક્ટર ને આવેદન બાબતે ચર્ચા કરવામાં આવી .
-> સંઘના મહામંત્રી અક્ષયભાઈ પલાસ અને પ્રમુખ કલુભાઈ ડામોર દ્વારા લીમખેડા તાલુકાની રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહે તે માટે આહવાન કરવામાં આવ્યું .
-> જિલ્લાના નવીન હોદ્દેદારો અને માહિલાસેલનું અને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પણ કરવામાં આવ્યું